પશ્ચિમ બંગાળમાં નવી ઔદ્યોગિક નીતિ ટૂંકમાં આવશે : મમતા

મમતા બેનરજીએ વેપારી પ્રતિનિઘિઓની બેઠકમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ નવી ઔદ્યોગિક નીતિ અંગે કામગીરી કરી રહ્યું છે. આગામી 15 દિવસોમાં સરકારી વેબસાઇટ પર નવી નીતિ મૂકી દેવામાં આવશે. તેમણે આ માટે વેપારીઓને સૂચન આપવાનો અનુરોધ પણ કર્યો હતો.
આ બેઠકમાં હાજર રહેલા બંગાળ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ કલ્લોલ દત્તે જણાવ્યું કે મુખ્યમંત્રીએ કારોબારીઓને જણાવ્યું હતું કે રાજ્યની નવી નીતિ સૌથી પહેલા સરકારી વેબસાઇટ પર મૂકવામાં આવશે.
દત્તે વધુમાં જણાવ્યું કે "બેનર્જીએ જણાવ્યું કે 15 દિવસોની અંદર નવી ઐદ્યોગિક નીતિને ઉદ્યોગપતિઓના સૂચનો માટે વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યાર બાદ જુલાઇમાં કોર કમિટીની આગામી બેઠકથી પહેલા નીતિને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે." આગલી બેઠક ત્રણ જુલાઇએ નક્કી કરી છે. સરકાર આ વર્ષે જાન્યુઆરીમાં જ નવી નીતિની ઘોષણા કરવાની હતી.












Click it and Unblock the Notifications
