ઓરિસ્સાઃ વીકે પાન્ડિયનની નવી શરૂઆત, મળી નવી જવાબદારી

પૂર્વ આઈએએશ અધિકારી વીકે પાંડિયન ઓડિશાના સત્તારૂઢ બીજુ જનતા દળ (BJD)માં ઔપચારિક રીતે જોડાયા છે. કાર્તિક પૂર્ણિમાના અવસર પર, મુખ્યમંત્રી અને બીજેડી સુપ્રીમો નવીન પટનાયકે સવારે ઔપચારિક રીતે પાંડિયનને પાર્ટીમાં સામેલ કર્યા. પાંડિયનના બીજેડીમાં જોડાવાથી નેતાઓની સાથે કાર્યકરો પણ ઉત્સાહિત જણાતા હતા.

બીજેડીના નેતાઓ અને પાર્ટી કાર્યકરોને વિશ્વાસ છે કે પાંડિયન પાર્ટીમાં જોડાવાથી, 2024માં આવનારી સામાન્ય ચૂંટણીઓમાં બીજેડીની સંભાવનાઓ ઉજળી થઈ ગઈ છે. આ સાથે બીજેડીને આશા છે કે પાંડિયન વહીવટી સેવામાં તેમના વર્ષોના અનુભવનો ઉપયોગ પાર્ટીને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે કરશે.

Naveen Patnaik

આ સાથે, પાંડિયન મુખ્યમંત્રી પટનાયક સાથે મળીને કામ કરશે, જે ઓડિશા રાજ્યને વધુ પ્રગતિ કરવા માટેના મુખ્યમંત્રીના પ્રયત્નોને વધુ મજબૂત બનાવશે. બીજેડીના વરિષ્ઠ નેતા સસ્મિત પાત્રાએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, પાંડિયન માત્ર એક કાર્યક્ષમ પ્રશાસક જ નથી પણ ખૂબ જ નમ્ર અને સંવેદનશીલ વ્યક્તિ પણ છે. તેમની કાર્યશૈલી ખૂબ જ અલગ છે અને આ વાત તેમણે 5T નીતિની કલ્પના અને અમલીકરણમાં સાબિત કરી હતી.

તેમણે વધુમાં કહ્યુ કે, તેઓ મહેનતુ અને સમર્પિત પણ છે. તેઓ દરરોજ સવારે 4 વાગે ઉઠે છે અને કામ કરવા લાગે છે. પાંડિયન બીજેડીમાં જોડાવાથી પાર્ટી મજબૂત થશે અને રાજ્ય અને તેના લોકો માટેના મુખ્યમંત્રી નવીન પટનાયકના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે.

તમને જણાવી દઈએ કે 2000 બેચના IAS અધિકારીનુ ઘણા વિવાદોમાં નામ જોડાયુ હતુ. તેમના પર સેવા નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. તેમણે આ વર્ષે 23 ઓક્ટોબરે સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. બાદમાં તેમને રાજ્યની મુખ્ય 5T (પરિવર્તન પહેલ) અને નવીન (નવી) ઓડિશા યોજનાના અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રીના પદ પર સીધા મુખ્યમંત્રી હેઠળ કામ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વીકે પાંડિયને 2002માં કાલાહાંડી જિલ્લાના ધર્મગઢના ઉપ-કલેક્ટર તરીકે તેમની અમલદારશાહી કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ 2005માં મયુરભંજ જિલ્લાના કલેક્ટર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ 2007માં ગંજમના કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા.

પાંડિયન ગંજમમાં તેમના કાર્યકાળ દરમિયાન સીએમની નજીક આવ્યા અને 2011થી તેમના ખાનગી સચિવ તરીકે સેવા આપી. મુખ્યમંત્રીના ખાનગી સચિવ હોવા ઉપરાંત, પટનાયકે તેમને 2019માં '5T સેક્રેટરી'ની વધારાની જવાબદારી પણ આપી હતી જેથી સરકારી વિભાગોમાં કેટલીક પરિવર્તનાત્મક પહેલો લાગુ કરી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X