For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાની નવી ટીમ સાથે વડાપ્રધાન આજે બેઠક યોજશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-singh
નવી દિલ્હી, 1 નવેમ્બર: વડાપ્રધાન મનમોહન સિંહે આજે કેબિનેટની બેઠક બોલાવી છે, જેમાં તેમની સરકારના બાકી બચેલા કાર્યકાળ દરમિયાન કેવી રીતે લક્ષ્યની પ્રાપ્તિ કરવી તે અંગે ચર્ચા કરે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કદાચ આવું ત્રીજી વખત બન્યું છે કે વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી હોય. વડાપ્રધાન સિવાય નાણામંત્રી પી ચિંદમબરમ પણ સંબોધિત કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર અર્થવ્યવસ્થાને પુનજીવીત કરવાનો મુદ્દો આ બેઠકનો કેન્દ્રબિંદુ હશે. જોકે તાજેતરમાં લેવામાં આવેલા મહત્વપુર્ણ નિર્ણયોને અમલમાં મુકવા સહયોગીઓ સાથે વાતચીત કરશે અને સહકારની અપીલ કરશે.

સરકાર પાસે અનિર્ણિત મુદ્દાઓઓમાં કેટલાક બીલ છે જેને મંજૂરી આપવાની છે. આ બિલ નાણાં અને શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આમાં ઉત્પાદન અને સેવા કર બિલ અને શૈક્ષણિક ન્યાયધિકરણ બીલનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન દ્રારા ગત રવિવારે મોટાપાતે મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવી હતી અને 17 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમજ કેટલાક મંત્રીઓના વિભાગમાં બદલાવ કર્યા હતા. યુવા મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે અને કેટલાકના ખાતા બદલવામાં આવ્યાં છે.

English summary
Manmohan Singh will on Thursday hold the first meeting of his new Council of Ministers since the Union Cabinet reshuffle on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X