Pics & Video: દુનિયાના અલગ અલગ દેશોમાં કરાયુ નવા વર્ષનું જબરદસ્ત સ્વાગત

31 ડિસેમ્બરની રાતે નવા વર્ષના સ્વાગત માટે દુનિયાભરના લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. દુનિયાના દરેક ખૂણામાં લોકોએ નવા વર્ષનું સ્વાગત પોતાના અંદાજમાં કર્યુ.

31 ડિસેમ્બરની રાતે નવા વર્ષના સ્વાગત માટે દુનિયાભરના લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. દુનિયાના દરેક ખૂણામાં લોકોએ નવા વર્ષનું સ્વાગત પોતાના અંદાજમાં કર્યુ. નવા વર્ષના સ્વાગતમાં લોકોએ ખૂબ આતશબાજી કરી, એકબીજાને શુભકામનાઓ પાઠવી અને આવનારુ વર્ષ બધાના માટે સારુ રહે તેની કામના કરી. ફ્રાંસના પેરિસમાં આતશબાજી વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યુ તો એથેન્સના ગ્રીસમાં પણ થયેલી શાનદાર આતશબાજી જોવી એ એક રોમાંચક અનુભવ રહ્યો. ભારતમાં પણ નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ઘણો ઉત્સાહ હતો. અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર પાસે પણ આતશબાજી કરવામાં આવી.

new year

નવા વર્ષના સ્વાગતમાં લોકોએ એકસાથે ભેગા થીને જબરદસ્ત ઉજવણી કરી. રાતે 12 વાગતા જ ન્યૂઝીલેન્ડમાં આતશબાજીથી આખુ આકાશ પ્રકાશમાન થઈ ગયુ. વળી, સિડનીના હાર્બર બ્રિજમાં લગભગ 12 મિનિટ સુધી સતત આતશબાજી જોવા મળી. રસ્તા પર ભેગ થયેલા લોકોએ એકબીજાને ગળે મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને આવનારુ વર્ષ સારુ રહે તેની કામના કરી. નવા વર્ષનું સ્વાગત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં થયુ કારણકે અહીંનો સમય ભારતના સમયથી લગભગ સાડા સાત કલાક આગળ છે.

ન્યૂઝીલેન્ડ સાથે હોંગકોંગ, નોર્થ કોરિયા, ઈન્ડોનેશિયા, ફ્રાંસ, જર્મની, ઈંગ્લેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી જોવા મળી. વળી ભારતમાં પણ નવા વર્ષ માટે જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. દિલ્લીના કનૉટ પ્લેસ, મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પર લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને નવા વર્ષનું સ્વાગત કર્યુ. વળી, ગોવામાં પણ નવા વર્ષનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યુ અને ઘણા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X