18 June: રેલવે બજેટ 9 જુલાઇ, અને સામાન્ય બજેટ 11 જુલાઇએ
નવી દિલ્હી, 18 જૂન: સંસદનું બજેટ સત્ર આવતા મહીને સાત જુલાઇથી શરૂ થઇ શકે છે, જે 25 જુલાઇ સુધી ચાલશે. રેલવે બજેટ 9 જુલાઇએ અને સામાન્ય બજેટ 11 જુલાઇના રોજ રજૂ કરાશે. બજેટ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે.
સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર રેલ મંત્રી સદાનંદ ગૌડા 9 જુલાઇના રોજ રેલ બજેટ રજૂ કરશે. બજેટમાં રેલવે ભાડામાં વધારાની સંભાવના છે. જોકે બની શકે છે કે સ્લીપર ક્લાસના ભાડા સાથે વધારે છેડછાડ નહીં કરાતા એસી ક્લાસના ભાડમાં વધારો કરવામાં આવે તેવું નક્કી માનવામાં આવે છે. આ જ પ્રકારે માલ ભાડામાં વધારાને પણ લીલી ઝંડી આપવામાં આવી શકે છે.
11 જુલાઇના રોજ નાણામંત્રી અરૂણ જેટલી મોદી સરકારનું પહેલું સામાન્ય બજેટ રજૂ કરશે. નવી સરકાર આવ્યા બાદ લોકોને મોંઘવારીથી મુક્તિ અને દેશના આર્થિક વિકાસ માટે મોદી સરકાર પાસે ઘણી આશાઓ છે. 11 જુલાઇના રોજ માલુમ પડશે કે સરકાર જનતાને રાહત આપશે કે રાહતના નામે કડવી ગોળીઓ ખવડાવશે.
આ સિવાસ આજના સમાચારો પર કરો નજર...

નેસ વાડિયાના પિતાને અંડરવર્લ્ડે ધમકાયા, પોલીસ ફરિયાદ દાખલ
નેસ વાડિયા-પ્રીતિ ઝિંટા વિવાદમાં નવો વળાંક આવી ગયો છે. વાડિયા ગ્રુપે મંગળવારે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે રવિ પુજારી ગેંગે નુસ્લી વાડિયાને ધમકી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નુસ્લી વાડિયા નેસ વાડિયાના પિતા છે.

સંસદનું બજેટ સત્ર 7 જૂલાઇથી 6 ઓગષ્ટ સુધી
સંસદનું બજેટ સત્ર 7 જુલાઇથી શરૂ થઇ શકે છે જે લગભગ એક મહિના સુધી ચાલે તેવી સંભાવના છે. આ સત્ર 6 ઓગષ્ટ સુધી ચાલશે. આ બાબત બુધવારે કેન્દ્રિય મંત્રિમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ઇરાકમાં 40 ભારતીયોનું અપહરણ
ઇરાકના મોસુલ શહેરમાં 40 ભારતીય કારીગરોના અપહરણ થવાના સમાચાર છે. એક અંગ્રેજી અખબારે આ પ્રકારનો દાવો કર્યો છે. આઇએસઆઇએસ આતંકીયો પર ભારતીયોનું અપહરણ કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીએ 4જી સેવા શરૂ કરવાની જાહેરાત કરી
મુકેશ અંબાણીએ ટૂંક સમયામાં રિલાયંસની 4જી સેવા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.

કાશ્મીરી પંડિતોને રોકતી પોલીસ
શ્રીનગરના બાર્બર શાહ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાશ્મીરી પંડિતોને રોકતી પોલીસ.

રિલાયંસની વાર્ષિક બેઠકમાં કોકિલાબેન અંબાણી
રિલાયંસની વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીની સાથે માતા કોકિલાબેન અંબાણી અને પત્ની નીતા અંબાણી. આ બેઠકમાં મુકેશ અંબાણીએ કંપનીની 4જી સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.

કોર્ટમાં સૂરજ પંચોલી
ઝિયા ખાન આત્મહત્યા કેસમાં સેશન કોર્ટમાં હાજરી આપવા આવેલા આદિત્ય પંચોળીના પુત્ર સૂરજ પંચોળી.

લેકર હમ દિવાના દિલ
લેકર હમ દિવાના દિલ ફિલ્મનું પ્રમોશન કરી રહેલા કલાકાર દીક્ષા શેઠ, રણબીર કબૂર, અને અરમાન જૈન.

સુષમા સ્વરાજ
વિદેશમંત્રી સુષમા સ્વરાજે આજે રશિયાની ડ્મિત્રી ઓ રોગોજીનના ડેપ્યૂટી ચેરમેનને મળ્યા હતા.












Click it and Unblock the Notifications
