News In Pics: હનિમૂનવાળા નિવેદન પર બાબા સામે FIR દાખલ

Google Oneindia Gujarati News

મછલીપટનમ, 26 એપ્રિલ:

મોદીને કહ્યા હિટલર તો ચિરંજીવી પર ફેંકાયા ઇંડા

અત્રે એક જનસભામાં પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીને 'હિટલર' અને તાનાશાહ ગણાવવા પર કેન્દ્રીય મંત્રી અને આંધ્રપ્રદેશ કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના પ્રમુખ ચિરંજીવી પર ભાજપા સમર્થકોએ કથિત રીતે ઇંડા ફેંક્યા હતા.

ચિરંજીવી અત્રે કોનેરૂ સેંટરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ઇંડા ફેંકાયા બાદ થોડા સમય માટે તેમણે પોતાનું ભાષણ રોકી દીધું હતું. પરંતુ પોલીસે સ્થિતિને નિયંત્રણમાં કરી લીધી અને ત્યાર બાદ મંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરી દીધું. પોલીસે બાદમાં જણાવ્યું કે તેમણે આ ઘટનાના સિલસિલામાં બે શંકાસ્પદોને પકડી લીધા છે.

ચિરંજીવીએ આ પહેલા પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે મોદી તાનાશાહ છે, તેઓ હિટલર છે. તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ અને લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓને હાશિયા પર નાખતા જઇ રહ્યા છે.

આજના દિવસના વધું સમાચાર જુઓ તસવીરોમાં...

પ્રિયંકા ગાંધી અમેઠીમાં

પ્રિયંકા ગાંધી અમેઠીમાં

પ્રિયંકા ગાંધી આજે અમેઠીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં તેણે લોકોની વચ્ચે જઇને તેમની સાથે વાતો કરી હતી અને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ સ્મૃતિ ઇરાણી પર પ્રહારો કર્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો તે રાહુલ ગાંધી જ જીતશે.

ગરીબના ઘરે હનિમૂન મનાવે છે રાહુલ :રામદેવ બાબા

ગરીબના ઘરે હનિમૂન મનાવે છે રાહુલ :રામદેવ બાબા

યોગગુરુ રામદેવ બાબાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ગરીબના ઘરે હનિમૂન અને પિકનીક મનાવવા જાય છે.

રાહુલ આજે ગુજરાતમાં

રાહુલ આજે ગુજરાતમાં

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ત્રણ રેલીઓને સંબોધીત કરશે. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી અને બોટાદ ત્યાર બાદ પંચમહાલના દેવગઢ બારિયામાં રેલીને સંબોધીત કરશે.

મોદીનો પ્રચાર નેગેટિવ: પૃથ્વિરાજ ચૌહાણ

મોદીનો પ્રચાર નેગેટિવ: પૃથ્વિરાજ ચૌહાણ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વિરાજ ચૌહાણે મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે મોદી નકારાત્મક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જો તેમનામાં તાકાત હોય તે ચર્ચા કરે.

મોદીની લહેર આર્ટિફિસીયલ છે: અહેમદ પટેલ

મોદીની લહેર આર્ટિફિસીયલ છે: અહેમદ પટેલ

કોંગ્રેસી નેતા અહેમદ પટેલે ગુજરાતના કચ્છ ભુજમાં રેલીને સંબોધીત કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીની લહેર આર્ટિફિસીયલ છે, મોદી સફળ નહીં થાય.

મોદી સરદારને નથી જાણતા: રાહુલ ગાંધી

મોદી સરદારને નથી જાણતા: રાહુલ ગાંધી

અમરેલીમાં રેલીને સંબોધીત કરતી વખતે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા. રાહુલે જણાવ્યું કે આપને તો ખ્યાલ જ છે કે મોદીજી કેવા ચોકીદાર છે. તેઓને સરદાર પટેલ વિશે જાણતા જ નથી. સરદાર પટેલે જણાવ્યું હતું કે આરએસએસ એક ઝેરીલો સાપ છે. તેઓ ઇન્ડિયા શાઇનીંગની વાત કરે છે અને તે કહે છે કે મેં જ ગુજરાતનો વિકાસ કર્યો છે.

બાબા સામે કેસ દાખલ, માગી માફી

બાબા સામે કેસ દાખલ, માગી માફી

હનિમૂનવાળા નિવેદન બદલ યોગગુરુ બાબા રામદેવ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યાર બાદ બાબાએ માફી માગતા જણાવ્યું કે તેમની દલિતોને કે ગરીબોની મજાક ઉડાવવાની કોઇ મનશા ન્હોતી.

English summary
News In Pics: Eggs thrown at Chiranjeevi after his comments on Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X