Newsclickના પત્રકારોના 30થી વધુ સ્થળોએ પોલીસના દરોડા, ચીન પાસેથી ફંડ લેવાનો છે આરોપ
Newsclick Row: આજે મંગળવારે (03 ઓક્ટોબર) દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે Newsclick વેબસાઈટના પત્રકારોના 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ન્યૂઝ પોર્ટલ સાથે જોડાયેલા અનેક પત્રકારોના ઘરોની તલાશી લેવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલે મંગળવારે વહેલી સવારે દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં રહેતા ન્યૂઝ ક્લિક કર્મચારીઓ અને પત્રકારોની ઓફિસ પર એક સાથે દરોડા પાડ્યા હતા.
ન્યૂઝ ક્લિક વિરુદ્ધ કડક આતંકવાદ વિરોધી કાયદા અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ન્યૂઝ ક્લિક પર ચીન પાસેથી ફંડિંગ લેવાનો આરોપ છે. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પત્રકારોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન દિલ્હી પોલીસે ઘણા પત્રકારોના લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસે આને ઈલેક્ટ્રોનિક પુરાવા તરીકે લીધા છે. હાર્ડ ડિસ્કનો ડેટા પણ લેવામાં આવ્યો છે. ન્યૂઝ ક્લિકના પત્રકાર અભિસાર શર્માએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે દિલ્હી પોલીસે તેમનું લેપટોપ લઈ લીધું છે.












Click it and Unblock the Notifications
