#Newskimaut : શ્રીદેવીની મોત પર "સનસનીખેજ ખબર" આપનાર પર ભડક્યા લોકો

શ્રીદેવીની મોત પર સેન્સેશનલ રિપોર્ટિંગ કરનાર અનેક ચેનલોના વિરોધમાં લોકોએ સોશ્યલ મીડિયા પર #Newskimaut જેવા હેશટેગ સાથે આ વાતનો વિરોધ કરતા પોતાની ભડાસ નીકાળી હતી. વધુ વાંચો અહીં

બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું દુબઇમાં ગત શનિવારે નિધન થયું છે. પહેલા તેમ જાણવા મળ્યું હતું કે તેનું મોત હાર્ટઅટેકથી થયું છે. પાછળથી વધુ રિપોર્ટ આવતા દુર્ધટનાપૂર્વક તે બાથટબના પડી જવાના કારણે ડૂબીને માર્યા હોવાની ખબર આવી હતી. આ પછી જ ભારતભરના અનેક ચેનેલો તેમની મોતના રહસ્યને લઇને સનસનીખેજ ખુલાસા અને ખબરોને બતાવીને રિપોટિંગ કરવા લાગ્યા હતા. કોઇએ શંકાની સોય બોની કપૂર તરફ કરી. કોઇએ કહ્યું કે તે સર્જરી કરાવી રહી હતી અને દવાઓની આડઅસર અને દારૂના નશાના કારણે આવું થયું. વળી તેમાં એવી પણ જાણકારી આવવા લાગી કે શ્રીદેવી દારૂ પીતી નથી તો પછી તેમના લોહીના નમૂનામાં ઓલ્કોહોલ હોવાની વાત ક્યાંથી આવી.

આવી તમામ અટકળો અને લાંબી ચર્ચાઓએ શ્રીદેવીના ચાહકોનું મન ખૂબ જ દુભાવ્યું. પહેલાથી જ દુબઇથી ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત ના આવ્યું હોવાના દુખની વચ્ચે તેમની માનીતી અભિનેત્રી પર આક્ષેપ પ્રતિઆક્ષેપ અને ચારિત્ર્ય પર પણ સવાલ ઊભા થયા શ્રીદેવીના ચાહકો અને શુભેચ્છકોએ તેમનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર નીકાળ્યો.

શ્રીદેવીની મોત પર સેન્સેશનલ રિપોર્ટિંગ કરનાર અનેક ચેનલોના વિરોધમાં લોકોએ સોશ્યલ મીડિયા પર #Newskimaut જેવા અલગ અલગ હેશટેગ સાથે આ વાતનો વિરોધ કરતા પોતાની ભડાસ નીકાળી હતી. સાથે જ લોકોએ કોઇની મોત પછી તેની મોત પર આવો વિવાદ ઊભો કરવા મામલે પણ મીડિયા અને ન્યૂઝ ચેનલને ખરીખોટી સંભળાવવામાં બાકી નહતું રાખ્યું. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની મોત પછી હાલ પણ દુબઇમાં તપાસ ચાલી રહી છે. અને તપાસ પૂર્ણ થશે અને દુબઇની સરકારને તમામ વસ્તુઓનો સંતોષકારક જવાબ મળશે તે પછી જ તે શ્રીના પાર્થિવ દેહને મુંબઇ મોકલવાની આગળની કાર્યવાહી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X