NHRCનો આદેશ, સોમનાથ પર થશે કાર્યવાહી
નવી દિલ્હી, 31 માર્ચઃ દિલ્હીના પૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતીની મુશ્કેલીઓ વધી શકે છે. વિદેશી મહિલાઓ સાથે ગેરવર્તણૂકના મામલામાં રાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને દલ્હી પોલીસને સોમનાથ ભારતી વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે, NHRCએ દિલ્હી પોલીસને ભારતી વિરુદ્ધ 8 અઠવાડિયામાં કાર્યવાહી કરવા કહ્યું છે. નોંધનીય છે કે, સોમનાથ ભારતી જ્યારે કાયદામંત્રી હતા ત્યારે ખિડકી એક્સટેંશનમાં 15 અને 16 જાન્યુઆરીની રાત્રે કેટલીક આફ્રિકન મહિલાઓના ઘરે છાપેમારી કરી હતી.

તત્કાલિન ‘આપ' સરકાર સમક્ષ ભારતીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી, જ્યારે આફ્રિકન મહિલાઓમાંથી એક મહિલાએ કથિત રીતે તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેમણે એ ગૃપનું નેતૃત્વ કર્યું હતું જે તેમના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.












Click it and Unblock the Notifications
