હૈદરાબાદ બ્લાસ્ટની માહિતી આપનારને NIA 10 લાખનું ઇનામ આપશે

ગૃહ મંત્રાલયના નિર્દેશોને આધારે એનઆઈએ આ કેસમાં તપાસ કરી રહી છે. આ કેસમાં હૈદરાબાદ પોલીસ અને આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા 14 માર્ચ, 2013ના રોજ એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. આરોપીઓ અંગેની માહિતી ઇ-મેઇલ કે ટેલિફોન કોલ દ્વારા આપી શકાશે. આ અંગેની વિગતો એનઆઇએની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. માહિતી આપનારની ઓળખ છૂપી રાખવામાં આવશે.
આ કેસની નોંધણી બાદ એનઆઇએના ડાયરેક્ટર દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં એનઆઇએના અધિકારીઓ ઉપરાંત આંદ્રપ્રદેશ પોલીસના અધિકારીઓ પણ સામેલ છે. આ કેસમાં સીટ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે આ કેસમાં બ્લાસ્ટ માટે કયું સંગઠન જવાબદાર છે તે અંગે કોઇ નક્કર માહિતી મળી શકી નથી. આ ઉપરાંત કેસમાં હજી સુધી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
