સદ્દામ હુસૈન અને ઇઝરાયલ સાથે જોડાયા પટણા બ્લાસ્ટના તાર!

પટણા, 1 નવેમ્બર: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પટણાના ગાંધી મેદાનમાં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં પકડાયેલા આરોપીની પૂછપરછ કરી જેમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલીના તાર સદ્દામ હુસૈન અને ઇઝરાયલ સાથે જોડાયા છે. અત્રે ચોંકાવાની જરૂર નથી, બલકે આ એ લોકોના નામ છે, જેમને પોલીસે પકડ્યા છે.

એનઆઇએના એક અધિકારી અનુસાર બિહાર બ્લાસ્ટને અંજામ આપનાર તાવિશે પૂછપરછમાં જણાવ્યું કે વિસ્ફોટ પહેલા લગભગ એક મહીના સુધી તેઓ પટણામાં સ્ટેટિટીક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી ઇઝરાયલ નફીસના ઘરે રોકાયો હતો. અત્રે તેની મદદ અધિકારીના પુત્ર સદ્દામ હુસૈને કરી હતી.

nia
પોલીસ અને એનઆઇએ સાથેની પૂછપરછ દરમિયાન પકડવામાં આવેલા આતંકી તાવિશે જણાવ્યું કે તેની મુલાકાત બિહારના સદ્દામ હુસૈન સાથે એક વર્ષ પહેલા થઇ હતી. મિત્રતાના પગલે ઘરે અવરજવર શરૂ થઇ ગઇ. પટણા વિસ્ફોટ પહેલા એક મહીના સુધી તે હુસૈનના ઘરે રોકાયો. તેના ઘરે પર બોમ્બ પ્લાન્ટ કરવાનું કાવતરુ ઘડ્યું. પોલીસે સદ્દામને અને તેના પિતાની પણ ધરપકડ કરી લીધી છે, જેમાં સદ્દામે પોતાનો ગૂનો કબૂલી લીધો છે. જ્યારે અધિકારીને હાલફિલહાલ પોલીસે છોડી દીધો છે.

તાવિશે જણાવ્યું કે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકી તહસીનની સાતે ઇમ્તિયાઝ હૈદર, તૌફીક અને તાવિશને ગુજરાત રમખાણની સીડી બતાવીને મોટીવેટ કરવામાં આવ્યા હતા. પટણા બ્લાસ્ટ માટે પસંદ કરવામાં આવેલા યુવકોને પણ ગુજરાત રમખાણોની સીડી બતાવીને ઝેહાદ માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X