For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મહાબોધિ મંદિર પાછળ નવું આતંકી મોડ્યુલ'

By Super
|
Google Oneindia Gujarati News

bodhgaya-nia
બોધગયા, 11 જુલાઇઃ બિહારના બોધગયા મંદિરમાં થયેલા વિસ્ફોટમાં કોઇ નવું આતંકવાદી મોડ્યુલ સામેલ હોઇ શકે છે, કારણ કે, ઘટનાસ્થળેથી જે આઇઇડીમાં વિસ્ફોટ નહોતો થયો તે એ આઇઇડીને નથી મળી આવતા જેનો ઉપયોગ દેશમાં પહેલા થયેલા આતંકવાદી હુમલામાં કરવામાં આવ્યો હતો. આ માહિતી એનઆઇએના સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

આતંકવાદીઓને પકડવા માટે તપાસ કરી રહેલી એનઆઇએ આઇઇડી બનાવવાની રીતને છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિસ્ફોટોમાં બનાવવામાં આવેલા આઇઇડીની રીત સાથે મેળવી રહ્યાં છે, જેથી માલુમ પડે કે બોધગયામાં જે વિસ્ફોટ થયો છે, તેમાં કયુ મોડ્યુલ હતું તે જાણી શકાય.

સૂત્રોએ કહ્યું કે, મહાબોધિ મંદિરમાં વિસ્ફોટના મામલે આઇઇડી છેલ્લા એકપણ વિસ્ફોટને મળતી આવતી નથી, જેનાથી એવા સંકેત મળી રહ્યાં છે કે, આ હુમલોને અંજામ કોઇ નવા મોડ્યુલ દ્વારા આપવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું છે કે, તપાસ અધિકારીઓનું આ પ્રારંભિક આકલન છે અને વધુ તપાસથી તસવીર સ્પષ્ટ થઇ શકશે.

નોંધનીય છે કે, રવિવારે મહાબોધિ મંદિરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ મામલે એનઆઇએએ બુધવારે એક મામલો દાખલ કર્યો છે. આ હુમલામાં બે બોદ્ધ સાધુને ઇજા પહોંચી હતી. મામલો દાખલ કર્યા બાદ એનઆઇએએ સીસીટીવી ફુટેજ જપ્ત કરી લીધા છે અને જે ત્રણ આઇઇડીમાં વિસ્ફોટ નથી થયા તેમાંથી ફિંગરપ્રીન્ટ મેળવવા માટે ફોરેન્સિક વિશેષજ્ઞોની મદદ લઇ રહી છે.

English summary
NIA was on Wednesday looking for a breakthrough in the July 7 Bodhgaya serial blasts case, even as sources in the agency hinted at the involvement of a new terror module in the incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X