For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રતિબંધિત PFI નેતાઓના 28 ઠેકાણાઓ પર કેરળમાં NIAના દરોડા

કેરળમાં પ્રતિબંધિત પીએફઆઈના 28 ઠેકાણાઓ પર એનઆઈએએ દરોડા પાડ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ કેરળમાં પ્રતિબંધિત સંગઠન પૉપ્યુલર ફ્રંટ ઑફ ઈન્ડિયા(પીએફઆઈ)ના 28 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આજે સવાર-સવારમાં એનઆઈએએ પીએફઆઈના અલગ-અલગ ઠેકાણાઓ પર આ રેડ પાડી છે. વાસ્તવમાં, એ માહિતી મળી હતી કે પીએફએઆઈના નેતા એક વાર ફરીથી એક થવાની તૈયારી કરી રહ્યા છે અને કોઈ બીજા નામથી સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માહિતી સામે આવ્યા બાદ આ રેડ પાડવામાં આવી છે.

nia

એનઆઈએએ એર્નાકુલમમાં પીએફઆઈના 8 સ્થળો અને તિરુવનંતપુરમમાં 6 સ્થળો પર દરોડા પાડ્યા છે. દરોડા આજે સવારે 4 વાગ્યાથી શરૂ થયા હતા અને હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે પીએફઆઈની રચના 2006 માં કેરળમાં થઈ હતી, પીએફઆઈએ તેની રાજકીય પાંખ પણ શરૂ કરી હતી અને 2009 માં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયાના નામથી રાજકીય પક્ષની શરૂઆત કરી હતી. કેરળ બાદ પીએફઆઈ દેશના વિવિધ ભાગોમાં પહોંચી ગયુ હતુ. પરંતુ કેન્દ્ર સરકારે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ સંગઠન પર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે તેની વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી. સંગઠનના ઘણા નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. NIA એ ગયા મહિને નવેમ્બરમાં કેરળમાં પીએફઆઈના ત્રણ સ્થળો પર પણ સર્ચ કર્યુ હતુ. આ દરમિયાન એક અધિકારીએ જણાવ્યુ કે દેશમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પીએફઆઈના ગુનાહિત કાવતરાથી સંબંધિત કેસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ એનઆઈના પ્રવક્તાએ કહ્યુ હતુ કે રાજ્યના મલપ્પુરમ જિલ્લામાં શંકાસ્પદ સ્થળો પર સર્ચ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ડિજિટલ સાધનો અને દસ્તાવેજો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી હતી. અગાઉ 22 સપ્ટેમ્બરે પણ દેશભરમાં 39 સ્થળોએ પીએફઆઈના ઠેકાણા સર્ચ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
NIA raids of banned PFI leaders in Kerala on 28 locations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X