નિર્ભયા કેસઃ દોષિતોને ફાંસી પર લટકાવતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખશે તિહાર જેલ
કોર્ટનો આદેશ આવ્યા બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આના માટે ફાંસીની ડમી તૈયાર કરવામાં આવશે.
દિલ્લી ગેંગરેપ અને હત્યાના કેસમાં નિર્ભયાના માતાપિતાની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે મોટો ચુકાદો સંભળાવીને ચારે દોષિતોનુ ડેથ વોરન્ટ જારી કરી દીધુ. ચારે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી પર લટકાવવામાં આવશે. કોર્ટનો આદેશ આવ્યા બાદ દોષિતોના વકીલે કહ્યુ કે તે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પિટીશન દાખલ કરશે. બીજી તરફ કોર્ટનો આદેશ આવ્યા બાદ દોષિતોને ફાંસી પર લટકાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આના માટે ફાંસીની ડમી તૈયાર કરવામાં આવશે.

તિહાર જેલમાં ફાંસીની ડમી તૈયારી થશે
ડેથ વોર્ટ જેને બ્લેક વોરન્ટ પણ કહેવામાં આવે છે તેમાં તિહાર જેલ પ્રમુખના કાર્યાલયને સંબોધિત કરતા અધિક સત્ર ન્યાયાધીશ સતીષ કુમાર અરોરાએ ચારે દોષિતો મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય કુમાર સિંહ સામે જારી કર્યો. સૂત્રો મુજબ તિહાર જેલના અધિકારી દોષિતે ફાંસી પર લટકાવતા પહેલા ડમી તૈયારી કરશે અને આ ડમી પ્રક્રિયા જેલ નંબર ત્રણમાં જ પૂરી કરવામાં આવશે. ફાંસી આપતા પહેલા ચારેનું રેગ્યુલર ચેકઅપ કરવામાં આવશે.

ચારે દોષિતોનુ રેગ્યુલર મેડીકલ ચેકઅપ કરાશે
જેલ અધિકારીઓ જણાવ્યા મુજબ આ દરમિયાન ચારેની સુરક્ષાનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ચારે દોષિતોના પરિવારવાળા જેલમાં તેમને આવીને મળી શકે છે. તિહાર જેલના અધિકારીઓએ ઉત્તર પ્રદેશની જેલોને જલ્લાદોની માહિતી માંગી છે અને કોર્ટ દ્વારા આપવામાં આવેલી ફાંસીની તારીખ અને સમય બતાવીને લેટર લખ્યો છે. તિહાર જેલના અધિકારીઓએ જણાયુ કે મેરઠથી જલ્લાદની માહિતી માંગવામાં આવી છે. ચારમાંથી ત્રણ દોષી જેલ નંબર 2માં છે જ્યારે ચોથો દોષી જેલ નંબર 4માં છે જે પહેલા મંડોલી જેલમાં હતો.

ઘરવાળાને મળવાની પરવાનગી
તિહાર જેલ પ્રશાસન ચારેની અલગ અલગ કેસ હિસ્ટ્રી તૈયાર કરશે. ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટની હાજરીમાં ચારેનુ રેગ્યુલર ચેકઅપ થશે. આ દરમિયાન તેમના વ્યવહાર પર નજર રાખવામાં આવશે અને દર વખતે તેમનુ મોનિટરીંગ કરવામાં આવશે. તેમનુ મોનિટરીંગ કરનાર ગાર્ડ્ઝને 2 કલાકથી વધુની ડ્યુટી આપવામાં નહિ આવે. જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ ચારેને સુરક્ષા સિવાય જેલમાંથી બહાર લાવવામાં નહિ આવે. દોષિતોના દોસ્તો, સંબંધીઓ અને વકીલને અઠવાજડિયામાં બે વાર મળવાની પરવાનગી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સાત વર્ષ પહેલા નિર્ભયા સાથે ચાલતી બસમાં 6 નરાધમોએ હેવાનિયત કરી હતી અને ત્યારબાદ તેને બસમાંથી નીચે ફેંકી દીધી હતી. નિર્ભયાએ થોડા દિવસો બાદ દમ તોડી દીધો હતો.












Click it and Unblock the Notifications
