નિર્ભયાના હેવાનોના બધા વિકલ્પ સમાપ્ત, નવા ડેથ વોરન્ટ પર સુનાવણી આજે
તિહાર જેલ પ્રશાસને ફાંસીની નવી તારીખ માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી દીધી. આના પર આજે બે વાગે સુનાવણી થશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યાકાંડના દોષી પવન કુમાર ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. હવે દોષિતોના બધા કાનૂની વિકલ્પ સમાપ્ત થઈ ગયા છે. એવામાં તિહાર જેલ પ્રશાસને ફાંસીની નવી તારીખ માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી દીધી. આના પર આજે બે વાગે સુનાવણી થશે, ઉલ્લેખનીય છે કે પહેલા જ નિર્ભયાના દોષિતોની ફાંસી ત્રણ વાર ટાળવામાં આવી ચૂકી છે.

નવા ડેથ વોરન્ટ પર સુનાવણી આજે
જો આજે કોર્ટ તરફથી ફાંસીની તારીખ નક્કી થાય તો આ ચોથી વાર હશે જ્યારે નિર્ભયાના દોષિતોના ડેથ વોરન્ટ જારી થશે. વળી, નિર્ભયાના પિતાએ કહ્યુ, પવન ગુપ્તા પાસે બસ એક વિકલ્પ બચ્યો છે. દયા અરજી ફગાવાયા સામે ઉચ્ચતમ ન્યાયાલયમાં જવુ, બાકી બધા પોતાના બધા વિક્લપોનો ઉપયોગ કરી ચૂક્યા છે.

દોષિતોના બધા વિકલ્પ ખતમ થઈ ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે દિલ્લી સરકાર બુધવારે ત્રીસ હજારી કોર્ટમાં ગઈ હતી. જજ ધર્મેન્દ્ર રાણાની અદાલતને દિલ્લી સરકારે જણાવ્યુ કે રાષ્ટ્રપતિ તરફથી પવનની દયા અરજી ફગાવી દેવાયા બાદ દોષિતોના બધા વિકલ્પ ખતમ થઈ ચૂક્યા છે, આના પર જજ રાણાએ દોષિતોને ગુરુવારે પોતાનો જવાબ આપવા માટે નોટિસ જારી કરી છે.

નિર્ભયા સાથે 6 હેવાનોએ કર્યો હતો ગેંગરેપ..
ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલા વર્ષ 2012માં દિલ્લીમાં ચાલતી બસમાં પેરામેડીકલની છાત્રા નિર્ભયા સાથે 6 હેવાનોએ ગેંગરેપ કર્યો હતો અને પીડિતાને બસની નીચે ફેંકી દીધી હતી. દિલ્લીમાં થયેલી આ હેવાનિયતની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. થોડા દિવસ બાદ ઈલાજ દરમિયાન નિર્ભયાએ દમ તોડી દીધો હતો. આ કેસમાં 4 દોષિતોને મોતની સજા થઈ ચૂકી છે જ્યારે એક સગીર દોષી સજા કપાની જેલમાંથી બહાર આવી ચૂક્યો છે.
-
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ












Click it and Unblock the Notifications
