નિર્ભયા કેસઃ બે દોષી મુકેશ-વિનયની ક્યુરેટિવ પિટીશન SCએ ફગાવી
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારમાંથી બે દોષિતો વિનય કુમાર શર્મા અને મુકેશે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી જેને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારમાંથી બે દોષિતો વિનય કુમાર શર્મા અને મુકેશે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી જેને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજો જસ્ટીસ એન વી રમન્ના, અરુણ મિશ્રા, આરએફ નરીમન, આર બનુમથી અને અશોક ભૂષણની બેન્ચે 2 દોષિતો વિનય શર્મા અને મુકેશ દ્વારા દાખલ અરજીઓને ફગાવી દેવાનો ચુકાદો સંભળાવ્યો. ચારે દોષિતોનુ ડેથ વોરન્ટ જારી થઈ ચૂક્યુ છે.

પહેલા વિનયે ફાંસીથી બચવા છેલ્લા પ્રયાસમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી ત્યારબાદ મુકેશે પણ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી. વિનય કુમાર શર્માના વકીલ એપી સિંહે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને ફાંસીની સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. આ અરજીમાં વિનય તરફથી કહેવામાં આવ્યુ હતુ. આ અરજીમાં વિનય તરફથી કહેવામાં આવ્યુ છે કે SCનો વિચાર કરવો જોઈએ કે ઘટના સમયે વિનય માત્ર 19 વર્ષનો હતો. યુવાવસ્થા અને સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને જોતા કેસની ગંભીરતા ઘટાડવાના ફેક્ટર તરીકે આને લેવુ જોઈએ.
તમને જણાવી દઈએ કે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે બધા ચારે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી આપવાનો આદેશ આપ્યો છે. ચારે દોષિતોને જેલ નંબર 3માં ફાંસી અપાવાની છે. નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસમાં ચારે દોષિતોના મોતની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટ દ્વારા ડેથ વોરન્ટ જારી કરાયા બાદ તિહાર જેલમાં ફાંસી આપવાની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે. રવિવારે તિહાર જેલમાં ફાંસીની ડમી ટ્રાયલ પણ કરવામાં આવી.
તમને જણાવી કે 16 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્લીમાં ચાલતી બસમાં 6 નરાધમોએ નિર્ભયા સાથે હેવનિયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને બસમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. આરોપીઓમાં એક સગીર પણ હતો જેને જુવેનાઈલ કોર્ટમાંહાજર કરવામાં આવ્યો હતો જ્યારે એકે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
