For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની અરજી ફગાવી

નિર્ભયા કેસઃ સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ મામલે દોષી મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મુકેશે આ અરજીમાં પ્રેસિડેન્ટના ફેસલા પર સવાલ ઉઠાવ્યા હતા. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી ફગાવી દીધી હતી. 1 ફેબ્રુઆરીએ ફાંસીની તારીખ નક્કી છે અને મંગળવારે દોષિતોમાંથી એક અક્ષય ઠાકુરે પણ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટના આ ફેસલા બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી મળવી ફાઈનલ થઈ ગયું છે.

શરજીલ ઈમામને દિલ્હી લાવતી વખતે પટના એપોર્ટ પર ધક્કા-મુક્કી, 4 ઘાયલશરજીલ ઈમામને દિલ્હી લાવતી વખતે પટના એપોર્ટ પર ધક્કા-મુક્કી, 4 ઘાયલ

મુકેશની વકીલે લગાવ્યો આ આરોપ

મુકેશની વકીલે લગાવ્યો આ આરોપ

મુકેશ તરફથી હાજર વકીલ અંજના પ્રકાશે મંગળવારે રાષ્ટ્રપતિ સામે તમામ દસ્તાવેજો રાખવામાં આવ્યાં ના હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર આજે કોર્ટે કહ્યું કે એવું નથી, રાષ્ટ્રપતિ સામે તમામ દસ્તાવેજો રાખવામાં આવ્યાં હતાં અને તેમણે બધા જ દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને ફેસલો લીધો હતો. જ્યારે વકીલે એમ પણ કહ્યું હતું કે આ ન્યાયને ખતમ કરવાનું છે. આના પર અદાલતે પૂછ્યું કે તમે આવું કઈ રીતે કહી શકો છો કે રાષ્ટ્રપતિ સામે પૂરા તથ્ય નથી રખાયા? રાષ્ટ્રપતિએ યોગ્ય રીતે વિચાર ના કર્યો એ કઈ રીતે કહી શકો.

કેન્દ્રએ શું કહ્યું

કેન્દ્રએ શું કહ્યું

કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે મુકેશની દયા અરજી સાથે બધા રેકોર્ડ રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આ્યા હતા. રાષ્ટ્રપતિને કયો રેકોર્ડ જોવો છે, આ તેમનો વિશેષાધિકાર છે અને તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરશે તેમાં દખલ ના કરી શકાય. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીએ મુકેશની દયા અરજી ઠુકરાવી દીધી હતી. જે બાદ મુકેશના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે હવે ફગાવી દીધી.

દોષિતોને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે

દોષિતોને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે

અગાઉ આ દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિ મુકેશ, વિનય, પવન અને અક્ષયને ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું હતું. જે બાદથી દોષિતો તરફથી કેટલાય પ્રકારના કાનૂની રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે.

English summary
nirbhaya case: Supreme Court dismisses petition of convict Mukesh says there is no merit in the contention alleged torture cant be a ground.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X