નિર્ભયા ગેંગરેપ: મુકેશ સિંહના ચેક્સ-શર્ટે કર્યો પડદાફાર્શ
નિર્ભયા ગેંગરેપ પર આરોપી મુકેશ સિંહનો ઇન્ટરવ્યૂ એક પછી એક નવા વિવાદો ઊભા કરી રહ્યો છે. મુકેશ સિંહે આપેલા આ બિભસ્ત ઇન્ટરવ્યૂએ લોકોના મનમાં એક સવાલ ઊભો કર્યો છે કે કેમ મુકેશ સિંહ સાદા કપડામાં છે? મુકેશ આ ઇન્ટરવ્યૂ દરમિયાન ચેક્સ શર્ટ પહેર્યો છે.
નોંધનીય છે કે જેલના તમામ કેદી જેલના કપડાં જ પહેરે છે. ત્યારે મુકેશે જેલના કેદી જેવા કપડાં કેમ નથી પહેર્યા? અને જો ઇન્ટરવ્યૂ વખતે તેને કપડા બદલ્યા હતા તો તેની પાસે આ સાદા કપડા ક્યાંથી આવ્યા? શું તે જેલમાં કેદી તરીકે નહીં પણ એક નોર્મલ વ્યક્તિ જેવી લાઇફ જીવી રહ્યો છે?

આવા તમામ સવાલો સાથે નિર્ભયા કાંડ પર બનેલી બીબીસીની ડૉક્યૂમેન્ટ્રી સવાલાના ઘેરામાં આવી ગઇ છે. નોંધનીય છે કે સરકારે આ વિવાદિત ડોક્યૂમેન્ટ્રી પર રોક લગાવી દીધી છે પણ તેમ છતાં બીબીસી તેને પ્રસારિત કરી છે.
આ ડોક્યુમેન્ટ્રીનુ્ં નામ 'ઇન્ડિયાઝ ડોટર' છે. ફિલ્મ ગુરુવારે રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પહેલા આ ફિલ્મ આંતરાષ્ટ્રિય મહિલા દિવસ, 8 માર્ચે, રજૂ કરવામાં આવવાની હતી. પણ વિવાદોને કારણે, પહેલા જ આ ફિલ્મ રજૂ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર પણ આ ફિલ્મ વાયરલ થઇ ગઇ છે. જેને કારણે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે યૂ-ટ્યૂબને આ ડોક્યૂમેન્ટ્રી નીકાળી દેવાનો આદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
