For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nirbhaya Gangrape: દિલ્હી હાઈકોર્ટના ફેસલાથી દુખી ઋષિ કપૂર બોલ્યા- તારીખ પે તારીખ

Nirbhaya Gangrape: દિલ્હી હાઈકોર્ટના ફેસલાથી દુખી ઋષિ કપૂર બોલ્યા- તારીખ પે તારીખ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દિલ્હી હાઈકોર્ટેસોમવારે એકવાર ફરીથી નિર્ભયા ગેંગરેપના દોષિતોની ફાંસી ટાળી દીધી છે. દિલ્હી હાઈ કોર્ટના ફેસલાથી બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર ઘણા દુખી અને નારાજ થયા છે. ફેસલા બાદ ઋષિ કપૂરે પોતાની જ એક ફિલ્મનો એક ડાયલૉગ ટ્વીટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2012માં થયેલ નિર્ભયા ગેંગરેપના દોષિતો માટે જાહેર ડેથ વોરન્ટને ટાળી દીધું. આ ઘટનાના એક દોષીની દયા અરજી હજી પણ અટકેલી પડી છે.

ફાંસીમા માત્ર 13 કલાક જ બચ્યા હતા

ફાંસીમા માત્ર 13 કલાક જ બચ્યા હતા

ઋષિ કપૂરે ટ્વીટ કર્યું અને લખ્યું, 'નિર્ભયા કેસ. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ-દામિની. બહુત હી મૂર્ખતાપૂર્ણ.' સોમવારે દિલ્હી હાઈકોર્ટે જજ ધર્મેન્દ્ર રાણાએ દોષિતોની ફાંસી પર એવા સમયે રોક લગાવી દીધી જ્યારે ફાંસીમાં માત્ર 13 કલાક જ બચ્યા હતા. મંગળવારે સવારે 6 વાગ્યે 4 દોષિતોને ફાંસી આપવામાં આવનાર હતી. જજે પોતાના ફેસલામાં કહ્યું કે દોષી પવન ગુપ્તાની દયા અરજી હજી પણ રાષ્ટ્રપતિ પાસે અટકેલી પડી છે. આ ચારેયને તિહાર જેલમાં ફાંસી આપવામા આવનાર હતી. નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી માટે 22 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. જે બાદ ફરી એક ફેબ્રુઆરી અને પચી 3 માર્ચ તારીખ નક્કી કરવામાં આવી હતી.

દામિનીનો છે ડાયલોગ

દામિનીનો છે ડાયલોગ

ઋષિ કપૂરે પોતાની જે ફિલ્મ દામિનીના ડાયલોગનો ઉલ્લેખ કર્યો તે વર્ષ 1993માં રિલીઝ થઈ હતી. મિનાક્ષી શેષાદ્રી, અમરીશ પુરી અને સની દેઓ પણ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મની કહાની પણ એક ગેંગરેપ પીડિતા અને તેને ઈંસાફ અપાવવા માટે દામિનીની સંઘર્ષની આજુબાજુમાં ફર્યા કરે છે. ફિલ્મમાં અમરીશ પુરી એવા વકીલ હતા જેઓ દોષિતોને બચાવવાની કોશિશમાં જોવા મળે છે. રાજકુમાર સંતોષીની આ ફિલ્મમાં સની દેઓલ પીડિતાના વકીલ તરીકે હતા.

ક્લાઈમેક્સનો સીન આજે પણ યાદગાર

ક્લાઈમેક્સનો સીન આજે પણ યાદગાર

ફિલ્મનો એ સીન આજે પણ એક યાદગાર સીન છે જે ક્લાઈમેક્સમાં આવે છે. કોર્ટરૂમના આ સીનમાં જ્યારે જજ કોર્ટની કાર્યવાહીને સ્થગિત કરવાના હોય ચે ત્યારે જ વકીલ તરીકે સની દેઓલ તારીખ પે તારીખ ડાયલોગ બોલી તેમના પર પોતાની નારાજગી જતાવે છે. આ ડાયલોગને આજે પણ એક યાદગાર ડાયલોગ માનવામાં આવે છે. જણાવી દઈએ કે 16 ડિસેમ્બર 2012ના રોજ છ લોકોએ પેરામેડિક સ્ટૂડેન્ટ સાથે નિર્મમતાપૂર્વક બળાત્કાર કર્યો હતો. ચાલતી બસમાં થયેલી આ ઘટનાનો છઠ્ઠો દોષી સગીર હતો. 31 ડિસેમ્બર 2012ના રોજ પીડિતાએ ઈલાજ દરમિયાન દમ તોડી દીધો હતો. તિહાર જેલમાં એક દોષીએ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે સગીરને ત્રણ વર્ષ સુધી સુધાર ગૃહમાં રાખી છોડી દેવામાં આવ્યો હતો.

મા બોલી- ફાંસીના ફંદા સુધી બધાને પહોંચાડીશ

મા બોલી- ફાંસીના ફંદા સુધી બધાને પહોંચાડીશ

સોમવારે નિર્ભયાની મા આશા દેવીએ દિલ્હી હાઈકોર્ટના ફેસલા બાદ કહ્યું આ સિસ્ટમની નાકામીને દર્શાવે છે. આજે લોકોની વચ્ચે સંદેશ જઈ રહ્યો છે કે આપણા દેશમાં ઈંસાફથી વધુ દોષીતોને સપોર્ટ આપવામાં આવે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આપણી સિસ્ટમ પણ દોષિતોને બચાવવા માટે છે. તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટ, પટિયાલા કોર્ટ અને સરકારને પૂછવું જોઈએ કે તમામ દોષિતોને ફાંસી ક્યાં સુધીમાં ફાંસી થશે. હું દરરોજ હારું છું અને પાછી ઉભી થઈ જાવ છું. આજ એકવાર ફરી હારી છું. પરંતુ હાર માનવા માટે તૈયાર નથી. પાછી ઉભી થઈ છું અને બધાને ફાંસીના ફંદા સુધી પહોંચાડીશ.

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, બે વર્ષ પહેલા મૃત્યુ પામેલ શિક્ષકને કર્યા સસ્પેંડશિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, બે વર્ષ પહેલા મૃત્યુ પામેલ શિક્ષકને કર્યા સસ્પેંડ

English summary
Nirbhaya Gangrape case: rushi kapoor says tarikh pe tarikh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X