અર્થવ્યવસ્થાની આલોચના પર નાણામંત્રી સીતારમણે પતિને આવો જવાબ આપ્યો
અર્થવ્યવસ્થાની આલોચના પર નાણામંત્રી સીતારમણે પતિને આવો જવાબ આપ્યો
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના પતિના અર્થવ્યવસ્થાને લઈ સરકારના ફેસલાની આલોચના પર જવાબ આપ્યો છે. નાણામંત્રીના પતિ, અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે હાલમાં જ અર્થવ્યવસ્થાને લઈ સરકાર દ્વારા લેવામાં આવી રહેલ ફેસલાથી નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે હાલની સરકારે પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની નીતિઓથી સીખવાની જરૂરત છે. જેના પર નાણામંત્રીએ કહ્યું કે તેમની સરકારે અર્થવ્યવસ્થાના ભલાં માટે કેટલાંય પગલાં ઉઠાવ્યાં છે અને ઉઠાવતા રહેશે.

નાણામંત્રીએ આવો જવાબ આપ્યો
પોતાના પતિ તરફથી આલોચનાનો સામનો કરવા પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકારના પહેલા કાર્યકાળ 2014થી 2019 દરમિયાન કેટલાય મૂળભૂત સુધારા થયા. જીએસટી લાવવામાં આવ્યું, આઈબીસી અને આધારને પ્રોસ્તાહન અપાયું. ઉજ્જવલા યોજનાથી આઠ કરોડ મહિલાઓના ઘરો સુધી સિલેન્ડર પહોંચ્યો. આ વર્ષે બજેટ બાદ ટેક્સ રિફોર્મ કરવામાં આવ્યું. જ્યારે બિઝનેસમાં સહલાઈ માટે પગલાં ભરવામાં આવ્યાં. એક ઓક્ટોબર બાદ બિઝનેસ શરૂ કરે છે તો બહુ ઓછો ટેક્સ ચૂકવવો પડશે. આ બધું કામ અમારી સરકારે કર્યું છે.

શું બોલ્યા હતા પ્રભાકર
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અર્થશાસત્રી પરકલા પ્રભાકરે અખબારમાં લખેલ એક લેખમાં કહ્યું કે દેશમાં આર્થિક મંદીને લઈ ચારો તરફ ચિંતા છે. આનાથી સરકાર ઈનકાર કરીરહી છે, પરંતુ કેટલાય પ્રતિષ્ઠિત સંસ્થાનોના ડેટા સ્પષ્ટ કરી રહ્યા છે કે આર્થિક સુસ્તીની અસર કેટલી વધુ છે. 2019-20ના પહેલા ક્વાર્ટરમાં સુસ્ત થયેલ જીડીપીના આંકડાથી સ્પષ્ટ થાય છે કે આ સમસ્યાઓ માટે સરકાર પાસે કોઈ રોડમેપ નથી. આના માટે તેઓ જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસની આલોચના કરીને જ પોતાની કરતૂતો છૂપાવી રહી છે. જ્યારે હકિકત એ છે કે આ સમસ્યા મોદી સરકારના સમયની છે.

નેહરુની આલોચનાને બદલે મનમોહન સિંહથી સીખે સરકાર
પ્રભાકરે હાલની સરકારને સલાહ આપતા લખ્યું કે દેશની આર્થિક સુસ્તીથી નિપટવા માટે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરૂની આલોચનાની જગ્યાએ નરસિમ્હા રાવ અને મનમોહન સિંહના આર્થિક મોડેલ પર મોદી સરકાર કામ કરે. જણાવી દઈએ કે ગત કેટલાક સમયથી દેશની આર્થિક હાલત ઠીક નથી. સતત નોકરીઓ જઈ રહી છે. મોટી-મોટી કંપનીઓ કામ બંધ કરી રહી છે. અર્થશાસ્ત્રી સતત આ વાત કહી રહ્યા છે કે દેશની અર્થવ્યવસ્થા ખોટી દિશામાં જઈ રહી છે અને સરકાર આના પર ધ્યાન પણ નથી આપી રહી.












Click it and Unblock the Notifications
