For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેરોજગારી ડેટા પર નીતિ આયોગની સફાઈ, સરકારે કોઈ આંકડા જાહેર નથી કર્યા

બેરોજગારી અંગે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) આંકડા પછી મોદી સરકાર વિપક્ષના નિશાને આવી ચુકી છે.

|
Google Oneindia Gujarati News

બેરોજગારી અંગે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) આંકડા પછી મોદી સરકાર વિપક્ષના નિશાને આવી ચુકી છે. હવે આ મામલે નીતિ આયોગે સફાઈ આપી છે કે સરકાર ઘ્વારા રોજગાર મુદ્દે કોઈ પણ પ્રકારના રિપોર્ટ અથવા ડેટા જાહેર કરવામાં નથી આવ્યા, જયારે ડેટા તૈયાર થશે ત્યારે અમે તેને જાહેર કરીશુ. આપને જણાવી દઈએ કે આ સર્વે અનુસાર દેશમાં રોજગારની હાલત છેલ્લા 45 વર્ષમાં સૌથી ખરાબ છે.

આ પણ વાંચો: NSSO સર્વેઃ બેરોજગારીએ તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ, નોટબંધી બાદ 6.1 %એ પહોંચ્યો આંકડો

રિપોર્ટને અંતિમ રૂપમાં ઉપયોગ કરવું યોગ્ય નથી

રિપોર્ટને અંતિમ રૂપમાં ઉપયોગ કરવું યોગ્ય નથી

રાજીવ કુમારે કહ્યું છે કે ડેટા સંગ્રહ વિધિ હવે અલગ છે. અમે નવા સર્વેમાં કમ્પ્યુટર આસિસ્ટન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. બે ડેટા સેટની તુલના કરવી યોગ્ય નથી. આ ડેટા યોગ્ય નથી, આ રિપોર્ટને અંતિમ રૂપમાં ઉપયોગ કરવું યોગ્ય નથી.

પ્રધાનમંત્રીનું રિપોર્ટ કાર્ડ રાષ્ટ્રીય ત્રાસદી

પ્રધાનમંત્રીનું રિપોર્ટ કાર્ડ રાષ્ટ્રીય ત્રાસદી

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપનાર પ્રધાનમંત્રીનું રિપોર્ટ કાર્ડ રાષ્ટ્રીય ત્રાસદી તરીકે બહાર આવ્યું છે. રાહુલ ગાંધીએ ટવિટ કરીને કહ્યું કે નોકરીઓ નથી. હિટલરે દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું. 5 વર્ષ પછી રોજગાર સર્જન પર લીક થયેલી રિપોર્ટમાં રાષ્ટ્રીય ત્રાસદી સામે આવી છે. તેમને દાવો કર્યો કે બેરોજગારી દર છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે છે. 2017-18 દરમિયાન 6.5 કરોડ યુવાનો બેરોજગાર હતા.

શહેરી વિસ્તારોમાં વધી બેરોજગારી

શહેરી વિસ્તારોમાં વધી બેરોજગારી

શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ગ્રામીણ વિસ્તારો કરતા વધુ છે. શહેરી વિસ્તારોમાં નાણાકીય વર્ષમાં 2017-18માં પુરુષોમાં બેરોજગારી દર 18.7 ટકા અને મહિલાઓમાં 27.2 ટકા રહ્યો છે. વર્ષ 2017-18માં શિક્ષિત મહિલાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 17.3 ટકા હતો, જ્યારે 2004-05થી 2011-12 વચ્ચે 9.7 ટકાથી 15.2 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં પુરુષોમાં બેરોજગારી દર વર્ષ 2017-18માં 10.5 ટકા રહ્યો છે જ્યારે 2004-05થી 2011-12 વચ્ચે તે 3.5 ટકાથી 4.4 ટકા વચ્ચે હતો. શ્રમ શક્તિ ભાગીદારી દર એ કામ કરતા લોકો અને નોકરી શોધનાર લોકોની સંખ્યાનો ગુણોત્તર છે. 2011-12માં તે 39 ટકાથી ઘટીને 2017-18માં 36.9 ટકા થયો છે. 2004-05 બાદ શ્રમ શક્તિની ભાગીદારી સતત ઘટી રહી છે. નાણાકીય વર્ષ 2011-12ની સરખામણીએ 2017-18માં આ ઘટાડો ઝડપી હતો. પરંતુ 2009-10ની સરખામણીએ આ ઘટાડો ઓછો છે.

English summary
NITI Aayog Chairman Rajiv Kumar says Government did not release the data on jobs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X