નીતિ આયોગે Mentor India માટે મંગાવી છે અરજીઓ

Written By:
Subscribe to Oneindia News

નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન(એઆઈએમ) ઇનોવેશન અને એન્ટ્રપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવા માટે સરકારે પ્રમુખ કાર્યક્રમ 'મેન્ટર ઇન્ડિયા' પહેલ માટે અરજીઓ મંગાવી છે. જો ઇચ્છા હોય, તે તમે પણ આ સંભવિત ક્ષેત્રોમાં યોગદાન કરી શકો છો.

aim

આ પહેલ હેઠળ આવતા કેટલાક સંભાવિત ક્ષેત્રો નીચે મુજબ છે:

  • ટેક્નોલોજી: પ્રતિનિધિત્વ સ્થાપિત કરવું
  • શોધ અને ડિઝાઇન: ઉકેલનો અભિગમ અપનાવવો
  • પ્રેરણાત્મક: નેતૃત્વ અને આત્મ પ્રેરણા
  • વ્યવસાય અને ઉદ્યોગો: ઉત્સાહિત વિચારો અને ટીમનું નિર્માણ
  • વ્યાવહારિક ફેરફારો લાવવા માટેની માર્ગદર્શિકા, જેમ કે રૂઢિવાદ અને પૂર્વગ્રહો તોડવા

મેન્ટ ઇન્ડિયા પહેલ દ્વારા એવા આગેવાનોની શોધ કરવામાં આવી રહી છે, જેઓ સમગ્ર દેશમાં એઆઈએમ દ્વારા સ્થાપિત અટલ ટિંકરિંગ લેબ(ATL)માં શાળાના વિદ્યાર્થીઓને સલાહ અને માર્ગદર્શન આપી શકે. એઆઈએમને એવા આગેવાનોની જરૂર છે, જે દર અઠવાડિયે 1થી 2 કલાક આવી એક કે તેથી વધુ પ્રયોગશાળાને ફાળવી શકે અને શાળાના વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યો જેવા કે ડિઝાઇન અને કમ્પ્યુટર સંબંધિત વિચારધારાઓ શીખવી શકે, તેનો અભ્યાસ કરાવી શકે અને તેનો અનુભવ આપી શકે.

આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અરજીકર્તાઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2017 છે.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો

English summary
Niti Aayog's Atal Innovation Mission (AIM) is inviting applications for 'Mentor India' initiative.
Please Wait while comments are loading...