Niti Aayog meeting : નીતિશ કુમાર પણ નીતિ આયોગની બેઠકથી દુર રહ્યા, જાણો શું છે કારણ?

Niti Aayog Meeting : વિપક્ષી પાર્ટીઓના મુખ્યમંત્રીઓ સાથે સાથે એનડીએનો ભાગ રહેલા નીતિશ કુમાર પણ નીતિ આયોગની બેઠકમાં ગેરહાજર રહ્યાં છે.

દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હાજરી આપી નથી. અધિકારીઓએ જણાવ્યું કે બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ કર્યું.

Niti Aayog meeting

આ મહત્વપૂર્ણ બેઠકમાં કુમારની ગેરહાજરીએ ઘણા સવાલ ઉભા કર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ગેરહાજર રહ્યાં હોય.
સીએમ નીતીશ કુમાર આ પહેલા આવી મીટિંગમાં ગેરહાજર રહ્યાં છે અને બિહારનું પ્રતિનિધિત્વ તત્કાલિન નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે.

જેડીયુ પ્રવક્તા નીરજ કુમારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, આ વખતે પણ બંને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં ભાગ લેવા ગયા હતા. આ ઉપરાંત બિહારના ચાર કેન્દ્રીય મંત્રીઓ પણ આયોગના સભ્ય છે અને તેઓ બેઠકમાં હાજર છે.

નીતીશ કુમાર શા માટે બેઠકમાં સામેલ નથી થયા તે અંગે હજુ કંઈ કહેવાયુ નથી. જણાવી દઈએ કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કમિશનની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં 'Developed India@2047' દસ્તાવેજ પર ચર્ચા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે.

નીતીશ કુમારની ગેરહાજરી ઉપરાંત આ બેઠકમાં મમતા બેનર્જીની હાજરીએ પણ બધાને ચોંકાવી દીધા છે. મમતા બેનર્જીએ મીટિંગ અધવચ્ચે જ છોડી દીધી છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, આ કેવી રીતે ચાલે? બેઠકમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને સભામાં બોલવાની તક આપવામાં આવતી નથી. આ કેવી રીતે કામ કરી શકે છે? કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, તમારે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. મારા પહેલાના લોકોએ 10-20 મિનિટ વાત કરી. વિપક્ષમાંથી માત્ર હું જ આ બેઠકમાં ભાગ લઈ રહી હતી પરંતુ તેમ છતાં મને બોલવા દેવામાં ન આવી. આ અપમાનજનક છે. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X