નીતિ આયોગના રિપોર્ટમાં ખુલાસો, જિલ્લા હૉસ્પિટલોમાં 1 લાખની વસ્તી પર સરેરાશ 24 બેડ

નીતિ આયોગનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે હેલ્થ સિસ્ટમમાં હજુ કેટલા સુધારાની જરૂર છે.

નવી દિલ્લીઃ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે આપણે દેશ કેટલો તૈયાર છે તે આપણે કોરોના કાળમાં જોઈ લીધુ હતુ. હૉસ્પિટલોમાં બેડ અને ઑક્સિજનની કમીએ દેશની હેલ્થ સિસ્ટમની પોલ ખોલી દીધી હતી. આ દરમિયાન નીતિ આયોગનો એક રિપોર્ટ સામે આવ્યો છે કે દેશની અંદર એક જિલ્લા હૉસ્પિટલમાં પ્રતિ 1 લાખની વસ્તી પર સરેરાશ 24 બેડ છે. તમે આનાથી અંદાજ લગાવી શકો છો કે હેલ્થ સિસ્ટમમાં હજુ કેટલા સુધારાની જરૂર છે.

hospital

બિહારની સ્થિતિ સૌથી વધુ ખરાબ

રાજ્યોની વાત કરીએ તો સૌથી ખરાબ સ્થિતિ બિહારની છે જ્યાં 1 લાખની વસ્તી પર સરેરાશ 6 બેડ ઉપલબ્ધ છે. વળી, સૌથી સારી સ્થિતિ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની છે. અહીં 1 લાખની વસ્તી પર સરેરાશ 222 બેડ છે. જિલ્લા હૉસ્પિટલોના કામકાજમાં સારી ગતિવિધિઓના શીર્ષકવાળા નીતિ આયોગના રિપોર્ટમાં સામે આવ્યુ છે કે દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 75 જિલ્લા હૉસ્પિટલો બેડ, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ, કોર હેલ્થ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ સેવાઓની ઉપલબ્ધતાના મામલે સારી જોવા મળી છે.

આ રાજ્યોમાં બેડની સંખ્યા છે ઘણી ઓછી

ઈન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડની 2021માં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ હતુ કે જિલ્લા હૉસ્પિટલોની પ્રતિ 1 લાખ વસ્તી પર કમસે કમ 22 બેડ મેઈન્ટેન રાખ્યા છે. જો કે એ નિર્દેશ 2001ની વસ્તીગણતરીના આધારે આપવામાં આવ્યા હતા. આ નિર્દેશના આધારે પણ દેશના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેડની સંખ્યા 22 ઓછી છે. આમાં બિહારની સ્થિતિ તો સૌથી વધુ ખરાબ છે જ્યાં બેડની સંખ્યા 6 છે. બિહાર ઉપરાંત ઝારખંડ(9), તેલંગાના(10), ઉત્તર પ્રદેશ(13), હરિયાણા(13), મહારાષ્ટ્ર(14), જમ્મુ અને કાશ્મીર(17), આસામ(18), આંધ્ર પ્રદેશ(18), પંજાબ(18), ગુજરાત(19), રાજસ્થાન(19), પશ્ચિમ બંગાળ(19), છત્તીસગઢ(20) અને મધ્ય પ્રદેશમાં આ સંખ્યા 20 છે.

આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેડની સંખ્યા 22થી વધુ

1 લાખની વસ્તી પર સરેરાશ બેડની સૌથી વધુ સંખ્યા પુડુચેરી(222)માં છે. ત્યારબાદ અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ(200), લદ્દાખ(150), અરુણાચલ પ્રદેશ(102), દમણ અને દીવ(102), લક્ષદ્વીપ(78), સિક્કિમ(70), મિઝોરમ(63), દિલ્લી(59), ચંદીગઢ(57), મેઘાલય(52), નાગાલેન્ડ(49), હિમાચલ પ્રદેશ(46), કર્ણાટક(33), ગોવા(32), મણિપુર(24), ઉત્તરાખંડ(24), કેરળ અને ઓરિસ્સામાં આ સંખ્યા 22 જોવા મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X