પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવાની અટકળો પર નીતિન ગડકરીએ તોડ્યુ મૌન

આગામી લોકસભા ચૂંટણીમાં જે રીતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો રિપોર્ટ સામે આવ્યો છે. તેના પર નીતિન ગડકરીએ છેવટે મૌન તોડ્યુ છે.

આગામી લોકસભા ચૂંટણીમાં જે રીતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો રિપોર્ટ સામે આવ્યો છે. તેના પર નીતિન ગડકરીએ છેવટે મૌન તોડ્યુ છે. ગડકરીએ કહ્યુ કે આનો કોઈ સવાલ જ નથી ઉઠતો હું અત્યારે જ્યાં છુ ત્યાં ખૂબ ખુશ છુ. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં એક સરકારી સંસ્થાના પ્રમુખે આરએસએસનો પત્ર લખીને ગડકરીને 2019માં ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માંગ કરી હતી ત્યારબાદ આ વાત અંગે સવાલ ઉભા થઈ રહ્યા હતા કે શું ગડકરી પીએમની રેસમાં શામેલ છે.

nitin gadkari

નીતિન ગડકરીએ કહ્યુ કે મારે પહેલા ગંગાનું કામ પૂરુ કરવાનું છે, 13-14 દેશોને જોડનાર એક્સપ્રેસ હાઈવે એક્સેસ કંટ્રોલ નિર્માણ અને ચાર ધામ માટે રસ્તો બનાવવા પર ધ્યાન આપી રહ્યો છુ. હું આ જે તમામ કામ કરી રહ્યો છુ તે માટે ઘણો ખુશ છુ અને આને જ પૂરુ કરવા માંગુ છુ. વળી, પૂર્વોત્તર રાજ્યોમાં ચાલી રહેલા કામ વિશે વાત કરતા ગડકરીએ કહ્યુ કે ગઈ સરકારે પૂર્વોત્તર રાજ્યોને વણજોયા કરી દીધા છે. અહીંના વિકાસના કામોને નકારી દેવામાં આવ્યા પરંતુ અમે સતત પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે કામ કરી રહ્યા છે.

ગડકરીએ કહ્યુ કે અરુણાચલ પ્રદેશમાં 4000 કરોડ રૂપિયાનું રસ્તાના નિર્માણનું કાર્ય ચાલી રહ્યુ છે. અહીં રસ્તો ન હોવાના કારણે ગરીબી અને બેરોજગારી છે પરંતુ એકવાર જ્યારે રસ્તાના નિર્માણ થઈ જશે તો અહીં રોજગારનું સર્જન થશે. જો રસ્તાનું કામ થઈ ગયા બાદ અહીં આવનારા સમયમાં પૂર્વોત્તર રાજ્યોની દશા અને દિશા સંપૂર્ણપણે બદલાઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X