ત્રણ રાજ્યોમાં ભાજપની જીત અંગે નીતિન ગડકરીએ આપ્યુ મોટુ નિવેદન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વાતનો ભરોસો દર્શાવ્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચિત છે.
દેશના ત્રણ મોટા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અંગે ભારતીય જનતા પાર્ટીમાં આત્મવિશ્વાસ ભરપૂર છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વાતનો ભરોસો દર્શાવ્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચિત છે. ગડકરીએ કહ્યુ કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત પાક્કી છે. ગડકરીએ કહ્યુ કે મે પોતે આ ત્રણ રાજ્યોનો પ્રવાસ કર્યો છે અને આ વાતની સંપૂર્ણ ખાતરી છે.

ગડકરીએ કહ્યુ કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચિત છે અને અમે ત્યાં ફરીથી એકવાર ફરીથી સરકાર બનાવીશુ. ગડકરીએ આ ત્રણ રાજ્યોમાં ભાજપની માત્ર જીતનો જ ભરોસો નથી વ્યક્ત કર્યો પરંતુ એ વાતનો પણ ભરોસો વ્યક્ત કર્યો કે આ ત્રણ રાજ્યોમાં ભાજપને પૂર્ણ બહુમત મળશે અને અહીં પાર્ટી એક વાર ફરીથી જીત મેળવી સરકાર બનાવશે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 7 ડિસેમ્બરે યોજાવાની છે. દેશના પાંચ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાનાના વિધાનસભા ચૂંટણી પરિણામો એક સાથે 11 ડિસેમ્બરે આવશે. એવામાં જોવાનું એ રહેશે કે મતોની ગણતરીના દિવસે કોઈ નેતાનો દાવો યોગ્ય સાબિત થાય છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ પણ આ વાત કહી ચૂકી છે કે આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત પાક્કી છે. લોકોએ ભાજપને સત્તામાંથી કાઢવા માટે મત આપ્યા છે.












Click it and Unblock the Notifications
