For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રોટોકોલ અંતર્ગત કર્યા હતા મોદીના વખાણ : નીતિશ કુમાર

|
Google Oneindia Gujarati News

nitish kumar
નવી દિલ્હી, 17 જૂન : 17 વર્ષ જૂનો સંબંધ તોડીને બીજેપી અને વિરોધીઓના હુમલાનો સામનો કરી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે પોતાની સ્પષ્ટતા આપી. વિશ્વાસઘાત કરવાના બીજેપીના આરોપોનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે વિશ્વાસઘાત અમે નહીં પરંતુ બીજેપીએ તેમના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેઇ અને લાલકૃષ્ણ અડવાણી સાથે કર્યો છે.

નીતિશે એકવાર ફરી વાગોળ્યું કે બિહારમાં ગઠબંધન શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું, જેવો બાહરી હસ્તક્ષેપ શરૂ થયો, ગઠબંધનમાં સમસ્યા પેદા થઇ ગઇ. સાથે સાથે તેમણે રમખાણ બાદ ગુજરાતમાં એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના વખાણ કરવાના મુદ્દા પર કહ્યું કે તે એક સરકારી કાર્યક્રમ હતો. સરકારી કાર્યક્રમોમાં રાજનૈતિક ભાષણ આપવામાં નથી આવતું.

પટનામાં પ્રેસ કોન્ફ્રેન્સમાં નીતિશ કુમારે બીજેપીના બધા આરોપોને નકારી દીધા. ડિસેમ્બર 2003માં કચ્છમાં એક રેલ પ્રોજેક્ટના ઉદઘાટન દરમિયાન મોદીના વખાણ કરવા પર પણ તેમણે ખુલીને વાત કરી. નીતિશે કહ્યું કે 'હું એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. સરકારી કાર્યક્રમનો એક પ્રોટોકોલ હોય છે કે તે મંચ પરથી રાજનૈતિક ભાષણ આપી શકાય નહી, તેમાં એકબીજાની ફરિયાદ કરી શકાય નથી. મે એ જ અંતર્ગત પોતાની વાત કહી.'

ઉલ્લેખનીય છે કે એ કાર્યક્રમમાં નીતિશે મોદીના રાષ્ટ્રીય રાજનીતિના ક્ષિતિજને આંબી જવા અંગેની ભવિષ્યવાણી પણ કરી હતી. સાથે સાથે લોકોને ગુજરાતના રમખાણોને ભૂલીને મોદી દ્વારા કરવામાં આવી રહેલા વિકાસના કામોને જોવાની સલાહ આપી હતી. બીજેપીના સમર્થકો સોશિયલ સાઇટ્સ પર આ કાર્યક્રમનો વીડિયો શેર કરીને નીતિશને ઘેરવાની કોશીશ કરી રહ્યા છે.

નીતિશે પત્રકારો સાથેની વાતચીતમાં બીજેપીને જ વિશ્વાસઘાતી ગણાવ્યું છે. તેમણે પલટવાર કરતા સવાલ કર્યો 'બીજેપી ભારતીય સંસ્કૃતિની વાત કરે છે. આ કઇ સંસ્કૃતિ છે કે આપ પોતાના દિગ્ગજોને ભૂલી જાવ? તેમને ટાળવા લાગે.' જૉર્જ ફર્નાડિસ અંગે પૂછવા પર નીતિશે જણાવ્યું કે અમે તેમને બરાબર સમ્માન આપ્યું છે. તેઓ બિમાર હતા, માટે તેમને ચૂંટણી લડવા ના દીધી. અમને આજે પણ એ વાતનું દુ:ખ છે કે સિંહની જેમ ગર્જના કરનાર નેતા આજે બિમાર છે.

English summary
Wading into BJP politics, Bihar Chief Minister Nitish Kumar today accused his estranged ally of "betraying" and "cornering" elders in the party in an oblique reference to the sidelining of L K Advani over the Narendra Modi issue. "Those who have betrayed and cornered their own elders have no right to point fingers at others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X