નીતિશ કટારા હત્યાકાંડ: હત્યારાઓની જનમટીપની સજા યથાવત રાખતી હાઇકોર્ટ
નવી દિલ્હી, 2 એપ્રિલ: દિલ્હીના નીતિશ કટારા હત્યાકાંડ મામલે આજે હાઇકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં ત્રણેય દોષીઓને ઉંમર કેદની સજાને યથાવત રાખી છે. દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ કેસ હોરર કિલિંગનો છે અને તે માટે નીચલી અદાલતે આપેલી સજા યોગ્ય છે. જોકે આને પગલે દોષીઓ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવે તેવું માનવામાં આવે છે.
આ હત્યાકાંડ મામલે નીચલી અદાલતે વિકાસ યાદવ, વિશાલ યાદવ અને સુખદેવ પહેલવાનને પહેલા જ દોષી ઠરાવી ચૂકી છે. નીચલી કોર્ટના આ નિર્ણયને દોષીઓએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. નીચલી કોર્ટે તેમને નીતિશ કટારા હત્યાકાંડનો આરોપી માનતા ફાંસીની સજા સંભળાવી હતી, જ્યારે નીતિશની માતા જે પોતાના દીકરાના હત્યારાઓને સજા અપાવવા માટે વર્ષોથી કાયદાની લડાઇ લડી રહી છે, અને તે કોર્ટની ઉંમર કેદની સજાને ફાંસીમાં બદલવા માટેની માંગ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 12 વર્ષ પહેલા નીતિશ કટારાની હત્યા ઓનર કિલિંગના કારણે થઇ હતી. 24 વર્ષના નીતિશને ઉત્તર પ્રદેશના દબંગ નેતા ડીપી યાદવની દિકરી ભારતી યાદવ સાથે પ્રેમની સજા પોતાનો જીવ આપીને ચૂકાવવી પડી હતી. 17 ફેબ્રુઆરી 2002ના રોજ નીતિશની હત્યા વિકાસ યાદવ, વિશાલ યાદવ અને સુખદેવ પહેલવાને મળીને કરી હતી.
યુપીના દબંગ નેતા ડીપી યાદવે પોતાના પુત્રોને આ આરોપથી બચાવવા માટે સંપૂર્ણ કોશીશ કરી. નીતિશની મા નીલમ કટારાને દરેક પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી. પરંતુ નીલમે હાર નહીં માની અને નીચલી કોર્ટે આરોપી વિકાસ અને વિશાલને 30 મે, 2008ના રોજ જનમટીપની સજા સુણાવી હતી. જ્યારે સુખદેવ પહેલવાનને નીચલી કોર્ટે 23 જુલાઇ, 2011ના રોજ સજા સંભળાવી હતી. ત્યારબાદ નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં ફરીથી પડકારવામાં આવ્યો. જ્યારે નીલમ કટારાએ પણ અરજી દાખલ કરીને આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી છે. ત્યારબાદ આજે આ મામલે પર હાઇકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવતા નીચલી કોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો હતો અને દોષીઓની સજા યથાવત રાખી હતી.












Click it and Unblock the Notifications
