For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતીશ કુમારના મંત્રીમંડળમાં ભાજપને જગ્યા નહીં, જાણો કારણ

બિહારમાં સત્તારૂઢ જનતા દળ (યુનાઇટેડ) ના ઘણા વિધાયકો સાંસદ બન્યા પછી ખાલી થયેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

બિહારમાં સત્તારૂઢ જનતા દળ (યુનાઇટેડ) ના ઘણા વિધાયકો સાંસદ બન્યા પછી ખાલી થયેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. મુખ્યમંત્રીએ આ અંગે શનિવારે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી. આજે સવારે લગભગ 11.30 વાગ્યે જેડીયુના 8 વિધાયકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. રસપ્રદ વાત છે કે તેમાંથી એક પણ ભાજપના મંત્રીને નીતીશ કુમારના કેબિનેટમાં જગ્યા નથી આપવામાં આવી.

આ પણ વાંચો: ભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી

નીતીશ કુમારના મંત્રીમંડળમાં ભાજપને જગ્યા નહીં

નીતીશ કુમારના મંત્રીમંડળમાં ભાજપને જગ્યા નહીં

આપને જણાવી દઈએ કે આજના કેબિનેટનો વિસ્તાર એટલા માટે પણ અગત્યનો છે કારણકે એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારમાં જેડીયુ ને કોઈ પણ મંત્રી પદ નહીં મળવાને કારણે નીતીશ કુમાર નારાજ છે.

નીતીશ કુમાર નારાજ છે

નીતીશ કુમાર નારાજ છે

કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર જેડીયુના ત્રણ સાંસદોને મંત્રી બનાવવા માંગતા હતા. પરંતુ તેના અંગે કોઈ પણ સહમતી નહીં બની શકી અને શપથગ્રહણ થવાના થોડા સમય પહેલા જ જેડીયુ ઘ્વારા મોદી સરકારને બહારથી સમર્થન આપવાની વાત કહેવામાં આવી હતી, જેને કારણે આજે બિહારમાં થનાર કેબિનેટ વિસ્તરણમાં નીતીશ કુમારે ભાજપને જગ્યા નથી આપી.

શુ કહે છે જાણકારો

શુ કહે છે જાણકારો

રાજનૈતિક પંડિતોનું માનવું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમારે વર્ષ 2020 ચૂંટણી માટે ખુબ જ મોટી ચાલ રમી છે. મોદીના મંત્રીપરિષદમાં શામિલ નહીં થવાનો તેમનો નિર્ણય દૂરગામી રાજનીતિનો ભાગ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી તેમની પ્રાથમિકતા

બિહાર વિધાનસભા ચૂંટણી તેમની પ્રાથમિકતા

લોકસભા ચૂંટણીમાં તેમની મકસદ પૂરો થઇ ગયો છે. તેઓ 2 સીટથી 16 સીટો સુધી પહોંચ્યા છે. એટલા માટે હવે વિધાનસભા ચૂંટણી તેમની પ્રાથમિકતા છે. લોકસભા ચૂંટણીમાં નીતીશ કુમારે અત્યંત પાછલા અને અલ્પસંખ્યક સમુદાય પર ફોકસ કર્યું હતું, જેનો તેમને ફાયદો મળ્યો.

બિહાર ચૂંટણીમાં જેડીયુ મોટાભાઈની ભૂમિકામાં જોવા મળશે

બિહાર ચૂંટણીમાં જેડીયુ મોટાભાઈની ભૂમિકામાં જોવા મળશે

તેની સાથે નીતીશ કુમાર એવું પણ જણાવવા માંગે છે કે બિહાર ચૂંટણીમાં જેડીયુ મોટા ભાઈ તરીકે રહેશે. ભાજપાએ વધારે સીટો જીતી છે. એટલા માટે નીતીશ કુમારે અત્યારથી દબાણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જેડીયુ નેતા કેસી ત્યાગી ઘ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે કેબિનેટ પ્રકરણનો અસર 2020 બિહાર વિધાનસભા ચૂંટણી પર પણ પડશે.

English summary
Nitish Kumar cabinet does not have a place for BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X