નીતિશ કુમારની પાસે કોઇ સિદ્ધાંત નથી : શાહનવાજ હુસેન

શાહનવાજે પટનામાં પત્રકારોને કહ્યું કે નીતિશની પાસે કોઇ સિદ્ધાંત નથી. તેમણે કહ્યું કે અત્રે ધર્મનિરપેક્ષ અને સાંપ્રદાયિકતાનો કોઇ પ્રશ્ન નથી. તેમણે કહ્યું કે ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘનો સ્વયંમસેવક હોય છે. પરંતુ તેના માટે અડવાણી ધર્મનિરપેક્ષ છે અને બીજા નેતા સાંપ્રદાયિક થઇ જાય છે, એવું ચાલે નહીં.
હુસૈને કહ્યું કે કોંગ્રેસના રાજમાં ઘણા રમખાણો થયા હતા, પરંતુ આજે એજ દળના નેતા પ્રધાનમંત્રી મનમોહનસિંહ પાસે ધર્મનિરપેક્ષ નેતાનું પ્રમાણપત્ર લઇને નીતિશ ગદગદ થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે પ્રધાનમંત્રી મનમોહનસિંહે જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ધર્મનિરપેક્ષ નેતા ગણાવ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશે પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા તેમને ધર્મનિરપેક્ષ નેતા બતાવવા પર આભાર વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
