For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈશ્વિક વિચારકોની યાદીમાં નિતિશ કુમારનો સમાવેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitish-kumar
નવી દિલ્હી, 27 નવેમ્બર: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારને 2012 માટે વિશ્વના મુખ્ય 100 વિચારકોની યાદીમાં સ્થાન મળ્યું છે. વિદેશી નિતિના આધારે મેગેજીને આ યાદી તૈયાર કરી છે. યાદીમાં મ્યાનમારની લોકતંત્ર સમર્થન નેતા આંગ સાન સૂ ચીને પ્રથમ સ્થાન મળ્યું છે. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ ગેટ્સ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન અને અમેરિકાના વિદેશમંત્રી હિલેરી ક્લિંટનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવેલી 100 લોકોની યાદીમાં નિતિશ કુમારને 77મું સ્થાન મળ્યું છે.

મેગેજીનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી નિષ્ક્રિયતાના કારણે દુનિયાભરમાં જંગલ રાજ માટે જાણીતા બિહારમાં 2005માં નિતિશ કુમારે સત્તાની કમાન સંભાળી ત્યારથી પરિવર્તન જોવા મળ્યું છે.

મેગેજીનમાં કહેવામાં આવ્યું છે કે નિતિશ કુમારે પોતાના બે કાર્યકાળ દરમિયાન ગુનાઓને ખતમ કરવા, ભ્રષ્ટ અધિકારી પર નિયંત્રણ તથા આર્થિક વિકાસ માટે કેટલાક નવા કાર્યક્રમો શરૂ કર્યા છે. નિતિશ કુમારે ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરી છે. ભ્રષ્ટ અધિકારીની પોલ ઉઘાડી પાડનારને રોકડ રકમનું ઇનામ આપવામાં આવ્યું છે ભ્રષ્ટાચારની ફરિયાદોને યૂટ્યૂબ પર મૂકી છે.

તેમને ગરીબ બાળકો માટે લગભગ 15 હજાર સ્કુલ બનાવી છે, દોઢ લાખ શિક્ષકોની ભરતી કરી છે. છોકરીઓને સાયકલ આપવામાં આવી છે જેથી છોકરી સ્કૂલે જઇ શકે. બિહારમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે અને શિક્ષણનું સ્તર ઉંચું આવ્યું છે. જેથી ખબર પડે છે કે નિતિશ કુમારના પ્રયત્નો સફળ રહ્યાં છે.

English summary
Credited worldwide for turning around the state of Bihar, Nitish Kumar has been listed by the prestigious Foreign Policy magazine among its top 100 global thinkers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X