બિહારમાં આજે આર કે પાર, નીતિશ કુમાર લેશે મોટો નિર્ણય!
ભારતીય જનતા પાર્ટી સાથે અણબનાવના અહેવાલો વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે તેમની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
પટનાઃ બિહારના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય જનતા પાર્ટી સાથે અણબનાવના અહેવાલો વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે તેમની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. સૂત્રોનુ માનીએ તો આ રાજકીય સંકટ વચ્ચે અમિત શાહે સોમવારે નીતિશ કુમાર સાથે ફોન પર વાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ પણ નીતિશ કુમારને મળ્યા છે. રિપોર્ટ અનુસાર તેમણે કહ્યુ છે કે કોઈ ગંભીર સમસ્યા નથી. ભારતીય જનતા પાર્ટીએ પોતાના નેતાઓને આ સમગ્ર વિવાદ પર કોઈ નિવેદન ન આપવા અને નીતિશ કુમારના નિર્ણયની રાહ જોવા કહ્યુ છે.

બિહારના વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરીએ કહ્યુ કે અમારા નેતાઓ દ્વારા સ્થિતિની સમીક્ષા કર્યા બાદ અમે મંગળવારે નિર્ણય લઈશુ. વિજય ચૌધરી નીતિશ કુમારના નજીકના માનવામાં આવે છે. જનતા દળ યુનાઈટેડના નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ તેમની પાર્ટી વિરુદ્ધ કામ કરી રહી છે અને તે પાર્ટીને તોડવા માંગે છે.
નોંધનીય છે કે નીતિશ કુમારની અમિત શાહ સાથે ફોન પર વાતચીત અને ઉપ મુખ્યમંત્રીને મળ્યા બાદ પણ નીતિશની પાર્ટીના નેતાઓ ભાજપ સામે કડક વલણ અપનાવી રહ્યા છે. આ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપે સામાન્ય ચૂંટણીમાં નીતિશ કુમાર વિરુદ્ધ કામ કર્યુ હતુ, ગઠબંધનનુ અપમાન કર્યુ હતુ. તેમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવેદનનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યુ હતુ કે માત્ર ભાજપ જ રહેશે અને બાકીની પાર્ટીઓ અદૃશ્ય થઈ જશે.
મુખ્યમંત્રીના નજીકના સૂત્રો કહે છે કે તેઓ સમાધાન કરવાના મૂડમાં નથી. તેઓ તેમની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોને મળશે અને આગળનો નિર્ણય લેશે. જો કે નીતિશના ધારાસભ્યો હવે ચૂંટણી નથી ઈચ્છતા પરંતુ નવા ગઠબંધન સાથે જવા ઈચ્છે છે. પાર્ટીના પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યુ કે નીતિશ કુમારના નેતૃત્વમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે જેડીયુના સભ્યોને સ્વીકાર્ય છે.
આ બધાની વચ્ચે તેજસ્વી યાદવ નીતિશ કુમારને સમર્થનની જાહેરાત કરી શકે છે. તેમણે કહ્યુ કે આરજેડી નીતિશ કુમારને સમર્થન આપશે, તેમણે ભાજપ છોડી દેવુ જોઈએ. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સરકાર બનાવવા માટે આરજેડી, જેડીયુ અને કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતીના આંકડા છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુ સાથે જશે કે કેમ તે જોવાનું રહે છે, જેમાંથી તેમણે અગાઉ ગઠબંધન તોડ્યુ છે.
સૂત્રોનુ માનીએ તો નીતિશ કુમાર એટલા માટે નારાજ છે કારણ કે અમિત શાહ દિલ્લીથી બિહાર સરકારને રિમોટ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. નીતિશ કુમાર પોતાનો વિરોધ નોંધાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આયોજિત ઘણી બેઠકોમાં હાજર રહ્યા ન હતા. તાજેતરમાં નીતિશ કુમારે નીતિ આયોગની બેઠકમાં પણ ભાગ લીધો ન હતો. તેમણે બેઠકમાં હાજર ન હોવાનુ કારણ તબિયત ઠીક ન હોવાનુ કહ્યુ હતુ પરંતુ તેઓ પટનામાં બે કાર્યક્રમમાં હાજર હતા.












Click it and Unblock the Notifications
