નીતિશે અડવાણી સાથે વાત કરી પણ ખાતરીના નામે મીંડું

ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે નીતિશ કુમારે વાતચીત તો કરી છે પણ તેમણે કોઇ પણ પ્રકારનું આશ્વાસન આપ્યું નથી.
આ મુદ્દે નીતિશ કુમારે જાતે કહ્યું કે અડવાણી, રાજનાથ અને મુરલી મનોહર જોશીએ તેમની સાથે ફોન પર વાતચીત કરી છે. જો કે નીતિશ કુમારે એ પણ સ્પષ્ટ રીતે કહ્યું કે તેમણે ભાજપના નેતાઓને સ્પષ્ટ આશ્વાસન આપ્યું નથી. આ સાથે જ નીતિશે ત્રિપક્ષીય ગઠબંધનની શક્યતાઓથી પણ ઇનકાર કર્યો નથી. તેમણે જણાવ્યું કે તે મમતા બેનરજી અને નવીન પટનાયક સાથે સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે અડવાણીએ પંજાબના મુખ્યમંત્રી અને અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે ફોન કરીને નીતિશ કુમારને આગ્રહ કર્યો હતો કે ગઠબંધનમાં ચાલુ રહે.












Click it and Unblock the Notifications
