સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકી ન શકાય

સુપ્રિમ કોર્ટે આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકવા માટે દાખલ કરેલી યાચિકા પર પોતાનો ચૂકાદો સંભળાવતા કહ્યુ કે ચાર્જશીટના આધાર પર જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય.

સુપ્રીમ કોર્ટે આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકવા માટે દાખલ કરેલી યાચિકા પર પોતાનો ચૂકાદો સંભળાવતા કહ્યુ કે બંધારણીય પદો પર બેસેલા લોકોએ ધ્યાન રાખવુ જોઈએ કે વ્યવસ્થા ભ્રષ્ટાચારની શિકાર ના બને. કોર્ટે કહ્યુ કે ચાર્જશીટના આધાર પર જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય. કોર્ટે કહ્યુ કે ચૂંટણી લડવાથી રોકવા માટે માત્ર ચાર્જશીટ પૂરતી નથી.

‘સંસદે કાયદો બનાવવો જોઈએ'

‘સંસદે કાયદો બનાવવો જોઈએ'

સુપ્રિમ કોર્ટે યાચિકા પર સુનાવણી કરતા કહ્યુ કે સામાન્ય જનતાને પોતાના નેતાઓ વિશે પૂરી જાણકારી હોવી જરૂરી છે. દરેક નેતાએ ગુનાહિત રેકોર્ડની જાણકારી ચૂંટણી લડતા પહેલા ચૂંટણી આયોગને આપવી જોઈએ. વળી, કોર્ટે કહ્યુ કે આ મામલે સંસદમાં કાયદો બનવો જોઈએ. આ મામલે કોર્ટે કહ્યુ કે પક્ષોએ પણ પોતાના ઉમેદવારોની જાણકારી વેબસાઈટ પર નાખવાની રહેશે.

ચાર્જશીટના આધાર પર ન થઈ શકે કાર્યવાહી

ચાર્જશીટના આધાર પર ન થઈ શકે કાર્યવાહી

આરોપી નેતાઓને ચૂંટણી લડતા રોકવા માટે દાખલ કરાયેલ યાચિકા પર સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટીલ આરએફ નરિમન, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાવાળી પાંચ જજોની પીઠે સુનાવણી કરી. આ મામલે ગઈ સુનાવણીમાં સરકારે દલીલ કરી હતી કે મોટાભાગના મામલામાં નેતા છૂટી જાય છે માટે તેમનું સભ્યપદ રદ કરવા જેવો કોઈ આદેશ આપવામાં ન આવે.

ગુનાહિત વર્ણન વેબસાઈટ પર શેર કરો

ગુનાહિત વર્ણન વેબસાઈટ પર શેર કરો

સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ યાચિકામાં માંગ કરવામાં આવી હતી કે ગંભીર ગુનાઓમાં જાં સજા 5 વર્ષથી વધુ હોય અને જો કોઈ વ્યક્તિ સામે આરોપ નક્કી થાય તો તેના ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ સુનાવણી દરમિયાન કહ્યુ કે ચાર્જીશીટના આધારે જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X