અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાનું સસ્પેન્સ, ‘એ અમારી સાથે છે': ભાજપ
મોન્સુન સત્રના પહેલા જ દિવસે વિપક્ષે મોદી સરકાર સામે સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો જેને મંજૂર કરીને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચા માટે શુક્રવારનો સમય આપ્યો.
મોન્સુન સત્રના પહેલા જ દિવસે વિપક્ષે મોદી સરકાર સામે સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો જેને મંજૂર કરીને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચા માટે શુક્રવારનો સમય આપ્યો. ત્યારબાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે અને સરકારના પક્ષ અને વિપક્ષમાં મતદાન કરવામાં આવશે. મોદી સરકાર સામે પહેલી વાર લગાવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ વિશે સવાલ પૂછવા પર સોનિયા ગાંધીએ જવાબ આપ્યો હતો કે કોણે કહ્યુ કે અમારી પાસે સંખ્યા નથી?

અવિશ્વાસ પ્રસ્તાવ સામે મત આપશે શિવસેના - અનંત કુમાર
વળી, અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કાલથી જ ચર્ચાઓનો દોર ચાલુ છે અને આંકડાઓના આ ખેલમાં બહુમતમાં દેખાઈ રહેલી ભાજપે શિવસેનાના મતદાન અંગે નિવેદન આપ્યુ છે. કેન્દ્રીય મંત્રી અનંતકુમારે દાવો કર્યો છે કે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનના શિવસેના સભ્યના અવિશ્વાસ પ્રસ્તાવ સામે મત આપશે. વારંવાર શિવસેના અંગે પૂછવામાં આવેલા સવાલો પર અનંત કુમારે કહ્યુ કે એનડીએ એક છે અને બધા મળીને અવિશ્વાસ પ્રસ્તાવ સામે મત આપશે.

શિવસેના પર વિપક્ષની પણ નજર
કેન્દ્રની એનડીએ સરકાર લોકસભામાં મજબૂત સ્થિતિમાં છે અને આના પર કોઈ જોખમ દેખાતુ નથી. એનડીએ પાસે લોકસભામાં ભાજપના 274 સહિત 313 સભ્યો છે કે જે બહુમત માટે જરૂરી 268 સંખ્યાથી વધુ છે. માટે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ પડતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વળી, વિપક્ષને શિવસેના પાસે ઘણી અપેક્ષા છે અને તેમને લાગે છે કે 18 સભ્યોવાળી શિવસેના ભાજપને ઝટકો આપી શકે છે.

એનડીએ સરકાર સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ
હાલમાં જ શિવસેના અને ભાજપ વચ્ચે અંતર વધ્યુ છે અને શિવસેનાએ પેટાચૂંટણી દરમિયાન ભાજપ સામે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એ પણ એલાન કર્યુ હતુ કે 2019 ની લોકસભા ચૂંટણીમાં તે એકલા ચૂંટણી લડશે. એનડીએ સાથે નહિ. વળી, એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે પક્ષનો અત્યારે એનડીએનો સાથ છોડવાનો કોઈ ઈરાદો નથી. આ તમામ ઉલટપલટ વચ્ચે શિવસેના માટે એનડીએ સરકાર સામે મત આપવો થોડુ મુશ્કેલ રહેશે.












Click it and Unblock the Notifications
