રેપ વિરોધી કાનૂન પર કોઇ મતભેદ નથી: ચિદમ્બરમ

chidambaram
નવી દિલ્હી, 8 માર્ચ: નાણા મંત્રી પી. ચિદમ્બરમે શુક્રવારે જણાવ્યું કે બળાત્કાર નિરોધી કાનૂન પર કોઇ મતભેદ નથી. આની પર વિચાર કરવા માટે કેબિનેટની ખાસ બેઠક મળે તેવી સંભાવના છે.

બીજી બાજું સોનિયા ગાંધીએ પણ જણાવ્યું કે મહિલાઓ સામેના અપરાધોથી બચવા માટે કાનૂન ટૂંક સમયમાં પસારિત કરી દેવામાં આવશે. સોનિયાએ જણાવ્યું કે આપણે આપણા સમાજમાંથી કન્યા ભ્રૂણ હત્યા જેવા કલંક અને મહિલા પરના બળાત્કાર જેવા અપરાધોને દૂર કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલય મહિલાઓની સામે શારીરિક શોષણ અને બળાત્કાર નિરોધી કાનૂનમાં સંશોધન સાથે જોડાયેલા વિધેયક પર આંતર-મંત્રાલયી સ્તર પર વિચાર કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યું કે ગૃહ મંત્રાલય વિધેયકમાં કેટલીક એવી જોગવાઇ પર સામાન્ય સહમતિ ઇચ્છે છે જે સરકાર તરફથી ગયા મહીને લાવવામાં આવેલ વટહુકમમાં ન્હોતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિધેયકને પહેલા સંસદ અને પછી ન્યાયપાલિકાની કસોટી પર ખરા ઉતરવું પડશે. આ સામાન્ય સહમતિ બનાવવી સરકાર માટે મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે આ વિધેયક ગઇ ત્રણ ફેબ્રુઆરીના રોજ લાવવામાં આવેલ વટહુકમના સ્થાને લાવવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X