For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિ

દેશ સાથે-સાથે સમગ્ર દુનિયાને હચમચાવી દેનાર નૈના સાહની હત્યા કેસના કુખ્યાત દોષિની મુક્તિના આવેદનને સજા સમીક્ષા બોર્ડે ફગાવી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

દેશ સાથે-સાથે સમગ્ર દુનિયાને હચમચાવી દેનાર નૈના સાહની હત્યા કેસના કુખ્યાત દોષિની મુક્તિના આવેદનને સજા સમીક્ષા બોર્ડે ફગાવી દીધુ છે. એટલે સુધી કે દિલ્હી સરકારમાં ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈનની અધ્યક્ષતાવાળા બોર્ટમાં તેની અરજી પર સુનાવણીનો પણ ઈનકાર કરી દેવામાં આવ્યો. ત્યારબાદ આ કેસને અંજામ આપનારા હત્યારા સુશીલ શર્માનું જેલમાંથી બહાર આવવાનું અસંભવ થઈ ગયુ છે.

નૈના સાહની હત્યા કેસ 90 ના દશકમાં થયો હતો

નૈના સાહની હત્યા કેસ 90 ના દશકમાં થયો હતો

નૈના સાહની હત્યા કેસ ક્રૂરતા, નફરત, ગુંડાગિરીનું એ ભયંકર રૂપ છે જેને કોઈ ભૂલી ન શકે. સત્તાના નશામાં ચૂર એક પતિએ પોતાની પત્નીને શંકાના આધારે માત્ર મારી જ નહિ પરંતુ શરીરના ટૂકડા ટૂકડા કરી તંદૂરમાં ફૂંકી દીધી હતી.

આ પણ વાંચોઃ ડિનર બાદ ફરીથી મળશે મોદી-પુતિન, ભારત-રશિયા વચ્ચે s-400 ડીલ થશે સીલઆ પણ વાંચોઃ ડિનર બાદ ફરીથી મળશે મોદી-પુતિન, ભારત-રશિયા વચ્ચે s-400 ડીલ થશે સીલ

શંકાના આધારે પત્નીની હત્યા

શંકાના આધારે પત્નીની હત્યા

તમને જણાવી દઈએ કે નૈના સાહની એક ખાનગી વિમાન કંપનીમાં પાયલટ હતી. કોંગ્રેસ નેદા સુશીલ શર્મા તે સમયે કોંગ્રેસના યુવા નેતા હતા. શર્મા નૈનાને પોતાની જૂની કોલેજના દોસ્ત કરીમ સાથે ઘણી વાર વાત કરતા જોઈ ચૂક્યો હતો.

નૈના સાહનીના શબને તંદૂરમાં બાળ્યુ

નૈના સાહનીના શબને તંદૂરમાં બાળ્યુ

ત્યારબાદ તેના દિલ-દિમાગ પર શંકાનો કીડો ઘૂસી ગયો કે તેની પત્નીને તેના સાથી કરીમ સાથે સંબંધો છે. ત્યારબાદ તેણે નફરત અને ગુસ્સામાં આવીને 2 જુલાઈના રોજ પોતાની પત્નીને ગોળી મારી દીધી અને પુરાવો નષ્ટ કરવા માટે નૈના સાહનીના શબને મોટા ચાકૂથી ટૂકડાઓમાં કાપીને તંદૂરમાં ઝોંકી દીધુ.

પહેલા ફાંસી બાદમાં આજીવન કેદ

પહેલા ફાંસી બાદમાં આજીવન કેદ

આટલુ જ નહિ જ્યારે શબના ટૂકડા બરાબર બળી ન શક્યા ત્યારે તેણે તંદૂરમાં માખણ નાખીને તેને બાળવાની કોશિશ કરી હતી. આ મામલે સજાથી બચવા માટે સુશીલે પોતાના રાજકીય સંપર્કોનો પણ ભરપૂર ઉપયોગ કર્યો હતો પરંતુ પોલિસે 10 જુલાઈના રોજ શર્માની ધરપકડ કરી હતી. 2003 માં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે શર્માને દોષિત ગણીને ફાંસીની સજા સંભળાવી હતી પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે તેની ફાંસીને આજીવન કેદમાં બદલી દીધી હતી.

આ પણ વાંચોઃ ABP 2019 સર્વેઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ભાજપને હંફાવી શકેઆ પણ વાંચોઃ ABP 2019 સર્વેઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ભાજપને હંફાવી શકે

English summary
no early release murderers naina sahni read history tandoor murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X