For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવો આદેશ: હેલ્મેટ નહી, તો પેટ્રોલ નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

helmet-petrol
લખનઉ, 31 ઑક્ટોબર: પોલીસ ચેકિંગ અને તમામ પ્રકારની કવાયતો બાદ ઉત્તરપ્રદેશના લોકોને હેલ્મેટ પહેરાવવામાં નિષ્ફળ રહેલી સરકારે હવે નવો આદેશ જાહેર કર્યો છે. આ વખતે પરિવહને આગળ વધતાં કહ્યું છે કે દ્રિચક્રી વાહન ચાલક હેલ્મેટ પહેરશે નહી તો તેમને પેટ્રોલ મળશે નહી. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને આશા છે કે આ પ્રકારના નિયમથી લોકો હેલ્મેટ પહેરવા લાગે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રાજા મહેન્દ્ર અરિદમન સિંહે પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે તે પેટ્રોલ પંપના માલિકોની મદદથી તે નક્કી કરે કે હેલ્મેટ વગર દ્રિચકી વાહન ચાલકોને પેટ્રોલ આપવામાં ન આવે.

જોકે હેલ્મેટ વિના પેટ્રોલ ન આપવાની યોજના પહેલાં પણ બનાવવામાં આવી હતી પરંતુ આ પ્રયત્ન સફળ રહ્યો ન હતો. હવે ફરી એકવાર નવેસરથી આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તે આમાં યોગદાન આપે. વાલીઓ નક્કી કરે કે તેમના બાળકો હેલ્મેટ વિના દ્રિચક્રી વાહન ન ચલાવે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે રાજ્યમાં વધતા જતાં અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરી છે.

તેમને ટ્રાન્સપોર્ટ કમિશનરને સૂચના આપી છે કે દરેક પ્રકારના વાહનો એમાં ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ગાડીઓ, બસો, ટ્રકો અમે ટ્રેકટર-ટ્રોલીઓ પર રિફ્લેક્ટિવ ટેપ, બેક લાઇટ રિફ્ટેક્ટર જરૂરથી લગાવે. શ્રી સિંહે કહ્યું હતું કે હવામાનને જોતાં આ અતિ આવશ્યક છે કે બધા વાહન ચાલકોમાં રિફ્લેક્ટિવ ટેપ લગાવી હોય તથા બેક લાઇટ ઠીક હોય જેથી વાહનોને દૂર જોઇ શકાય. તે માટે પ્રદેશવ્યાપી અભિયાન પણ ચલાવશે. આ દરમિયાન આ કોઇ વાહનમાં રિફ્લેક્ટિવ ટેપ અને બેક લાઇટ યોગ્ય જણાશે નજી તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ કુંભના મેળા માટે બોર્ડર અને તેની આસપાસના જિલ્લાઓના પરિવહન અધિકારીઓને વિશેષ સાવધાની વર્તવાનીસાથે સાથે મેળાના સમયગાળા દરમિયાન ઓછા અકસ્માત બને તેવી યોજના બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે છે માટે વાહન વ્યવહાર યોગ્ય બનાવવો જરૂરી છે.

English summary
Uttar Pradesh government has directed petrol pump owners to not give fuel to two-wheeler riders without helmets to prevent road accidents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X