જાસૂસી કાંડમાં કેન્દ્રની પીછેહટ, નહીં કરે મામલાની તપાસ

નવી દિલ્હી, 9 મેઃ ગુજરાતના બહુચર્ચિત મહિલા જાસૂસી કાંડમાં સૂપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, તે આ મામલાની તપાસ નહીં કરાવે. આ મામલે કેન્દ્ર સરકાર તરપથી સોલસિટર જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકાર તપાસ માટે કોઇ પંચની રચના નહીં કરે.

superme
બીજી તરફ યુવતીના પિતાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે યાચિકાકર્તા પિતાને કહ્યું કે તેઓ રાજ્યની તપાસ પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં જાય અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરે.

નોંધનીય છેકે, આ જાસૂસી કાંડમાં ત્યારે નવો વળાંક આવ્યો હતો જ્યારે આ પ્રકરણની કેન્દ્ર બિંદુ બનેલી યુવતીએ પોતાના પિતા સાથે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારને પોતાના તપાસ પંચોમાં આગળ વધતા રોકવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કથિત આદેશો પર ગુજરાત પોલીસે આ યુવતીનો પીછો કર્યો હતો.

નોંધનીય છેકે એક સમાચાર પોર્ટલ તરફથી તાજેતરમાં 2009માં મહિલા આર્કિટેક્ટની જાસૂસી કરાવવા અંગે મોદીના સહયોગી અમિત શાહ અને રાજ્ય પોલીસના બે પ્રમુખ અધિકારીઓ વચ્ચે ટેલિફોન પર કથિત વાતચીત સંબંધિત સીડી જારી કરવામાં આવ્યા બાદ આ વિવાદ ચગ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X