સરકારી પૈસાથી નથી થઇ સોનિયા ગાંધીની સારવારઃ સીઆઇસી

ચીફ ઇન્ફોરમેશન કમિશનર સત્યાનંદા મિશ્રા સાથેની આ સુનાવણી દરમિયાન મંત્રાલયે કહ્યું કે કોઇપણ પ્રકારના મેડિકલ બીલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવ્યાં નથી. મિશ્રાએ કહ્યું કે, અપીલના સંદર્ભમાં જે જણાવવામાં આવ્યું છે તે મજૂબ એ વાત સ્પષ્ટ થઇ છે કે કોઇપણ પ્રકારના સારવાર અર્થેના બીલ રજૂ કરવામાં આવ્યાં નથી કે સરકારી તિજોરીમાંથી કોઇ બીલની ચુકવણી કરવામાં આવી નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ભારત કે વિદેશમાં તેમની સારવાર માટે જે ખર્ચ થયો છે તેમનો વ્યક્તિગત છે અને તે અંગેની વ્યક્તિગત માહિતી આરટીઆઇ અરજીમાં મળી શકે નહીં. નોંધનીય છે કે ગાંધીની સારવાર માટે કોંગ્રેસે જનતાના પૈસાનો ઉપયોગ કર્યો હોવાના મોદીના નિવેદન પછી આ પ્રકારનો મુદ્દો ચગ્યો છે.












Click it and Unblock the Notifications
