ટ્રેનમાં સ્પીડ નહી, વિકાસમાં સ્પીડ જોઇએ નરેન્દ્ર મોદી?
બેંગ્લોર, 8 જૂલાઇ: ટ્રેનમાં સ્પીડ નહી વિકાસમાં સ્પીડ જોઇએ હુજૂર! દેશ ગરીબીની ખાઇમાં ડૂબી રહ્યો છે, અહીં નરેન્દ્ર મોદી સરકારને ટ્રેનની હાઇસ્પીડ લાવવાની પડી છે. મોંઘવારી એટલી કમર તોડી રહી છે કે પચાસ રૂપિયા રોજના કમાવનાર પણ બે ટંકનું ભોજન ભોજન મેળવવામાં અસમર્થ છે.
ગત કેટલાક વર્ષોથી ગરીબીની પરિભાષા ગઢવા પાછળ ગરીબી જ પડદો નાખવામાં આવી રહ્યો છે. તેનું સ્પષ્ટ ઉદાહરણ એ છે કે ચાલીસ રૂપિયાની અંદર ખર્ચ કરનાર ગરીબી રેખાથી ઉપર ગણવામાં આવે છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલા સી.રંગરાજન સમિતિના રિપોર્ટના હવાલેથી શહેરી ગરીબીને નિર્ધારિત કેટલી વ્યાજબી છે.
આ રંગરાજન સમિતિના રિપોર્ટ અનુસાર ગામમા6 32 રૂપિયા પ્રતિ દિવસ અને શહેરમાં 47 રૂપિયા પ્રતિદિવસ કમાવનાર ગરીબી રેખાથી ઉપર ગણવામાં આવે છે અને તેનાથી નીચે કમાવનાર ગરીબી રેખાથી નીચે. જ્યારે સત્ય તેનાથી ઉલટું છે. તમને જણાવી દઇએ કે એક કિલો લોત તીસથી પિસ્તાળીસ રૂપિયાની આસપાસ આવે છે.

સત્ય-1
જો માની લેવામાં આવે કે 32 રૂપિયા અને 47 શહેરી ગરીબીનો આંકડો સટીક છે તો પણ બે ટંકનું પૌષ્ટિક ભોજન મેળવવું મુશ્કેલ છે. જો કે, ચાર સભ્યોના એક પરિવારનો મુખિયો જો તીસથી પિસ્તાળીસ રૂપિયે પ્રતિ કિલો લોટ ખરીદે છે તો શું તે ફક્ત સુકી રોટલી જ ખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુકી રોટલી પણ ખાય તો ગેસનો ખર્ચ, ચૂલો હોય તો લાકડાનો ખર્ચ, જો પ્રાઇમસ છે તો કેરોસીનનો ખર્ચ આ બધુ કોણ આપશે.

સત્ય-2
જો માનવામાં આવે કે શહેરી ગરીબ 47 રૂપિયા અને ગામડાનો 32 કમાઇ છે. શહેરી આદમીનું ઉદાહરણ લઇએ છે, જો 47 રૂપિયા રોજના કમાવનાર શહેરી પરિવારના જવાબદાર વ્યક્તિને ઉમેરી પત્ની તથા બે બાળકો સહિત ચાર સભ્ય છે. તો શું કપડાં વિના સાબુ વિના, પાણી વિના તે કેવી રીતે રહેશે.

સચ્ચાઇ
જો કોઇ ગ્રામીણ કે શહેરી પરિવાર આટલા રૂપિયામાં પ્રતિ દિવસના નસીબે હોય છે તો શું એમ કહી શકાય કે એક પરિવારનો મુખિયો પોતાના બાળકોને ભણાવવાનો ખર્ચ ઉઠાવી શકશે.

સત્ય 4
આજની મોંઘવારીને જોતાં સાર્વજનિક વાહનોનું ભાડું એટલું મોંઘુ થઇ ગયું છે કે હવે તો સામાન્ય આવકવાળા લોકો ઘરેથી ઓછા નિકળે છે અથવા તો મહિનામાં એકવાર જઇને ઘરનો સામાન એકસાથે લઇ આવે છે. ગરીબ પરિવારની તો આનાથી પણ ખરાબ સ્થિતી હોય છે.

સત્ય-5
જો કે તમને જણાવી દઇએ કે આટલી ઓછી આવકવાળા પરિવારના બાળકો મોટાભાગે કુપોષણ તથા મહિલાઓમાં એનિમિયાની બિમારી ઘર કરી રહી છે. દેશમાં હજારો બાળકો કુપોષણના લીધે મરી જાય છે.

ગરીબોની સંખ્યા અમે ઓછી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે ગરીબીની સચ્ચાઇ એટલી કડવી છે કે દેશમાં સરકાર પણ તેને નકારતાં દૂર ભાગે છે. યૂપીએ સરકારે તો ત્યાં સુધી કહી દિધું કે ગરીબોની સંખ્યા અમે ઓછી કરી દિધી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આંકડાઓથી ગરીબીનો ઓછા કરી શકાય.












Click it and Unblock the Notifications
