Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્વીસ બેંકોમાં ભારતીય નાણા અંગે સત્તાવાર અંદાજ નથી

black-money
નવી દિલ્હી, 24 એપ્રિલ : કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતીયો દ્વારા સ્વીસ બેંકમાં મૂકવામાં આવેલા ભારતીય નાણા અંગે કોઇ સત્તાવાર કે સરકારી અનુમાન નથી. નાણા રાજ્ય મંત્રી નમો નારાયણ મીણાએ રાજ્યસભામાં નંદી યેલૈયાના સવાલોના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકારે આ દિશામાં બહુપક્ષીય રણનીતિ અંતર્ગત અનેક પગલાં ભર્યાં છે.

મીણાએ જણાવ્યું કે તેમાંથી એક યોગ્ય કાયદાકીય માળખું ઉભું કરીને કાળા નાણાનો મુદ્દો ઉકેલવા માટે સંસ્થાઓની રચના, તેમને કાર્યરત કરવા માટે પદ્ધતિ વિકસાવવી, પ્રભાવી કાર્યવાહી કરવા માટે જનશક્તિને સક્ષમ બનાવવી તથા કાળા નાણાની વિરુદ્ધ વિશ્વ સ્તરે ચાલતા અભિયાનોમાં જોડાવું વગેરે છે.

તેમણે જણાવ્યું કે માહિતીના આદાન પ્રદાન સંબંધિત જોગવાઇને આંતરરાષ્ટ્રીય માનાંકો સુધી લાવવા માટે ભારત અન્ય દેશોની સાથે બેવડી જોગવાઇઓ સામે બચાવ તથા આર્થિક દુરુપયોગ રોકવા માટે પોતાના કરાર ડીટીએએ પર કોઇ સાથે ચર્ચા કરી શકે છે.

મીણાએ જણાવ્યું કે આ સાથે ભારત અન્ય દેશોની સાથે પણ માહિતીના આદાન પ્રદાનને સુવિધાજનક બનાવવા માટે પ્રયત્નશીલ છે. ભારતે આવક પર કર સંબંધિત બેવડી જોગવાઇઓથી બચવા માટે સ્વીસ પરિસંઘની સાથે કરાર અને પ્રોટોકોલમાં સુધારા કરા માટેની વાતચીતને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ સંશોધિત પ્રોટોકોલ પર ઓગ્સ્ટ 2010માં જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X