For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપાના સમર્થન વિના કેન્દ્રમાં કોઇને સત્તા નહીં : મુલાયમ

|
Google Oneindia Gujarati News

mulayam-singh-yadav
લખનૌ, 4 જુલાઇ : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી 2014 બાદ કેન્દ્રમાં તેમની પાર્ટીના સહયોગ વગર સરકારની રચના સંભવ નહીં બને.

મુલાયમે પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્ય7 રામચરણ દાસની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે "દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના સમર્થન વિના કોઇ સરકાર બની શકશે નહીં. હવે ડાબેરીઓ અને અન્ય પક્ષો પણ ત્રીજા મોરચાની વાત કરવા લાગ્યા છે. આ બધામાં સપા સૌથી મોટી પાર્ટી છે. જે લોકો સપાને પ્રાદેશિક પાર્ટી ગણાવે છે, તેઓ રાષ્ટ્રીય રાજકારણને સમજતા નથી. એકલા ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે."

તેમણે જણાવ્યું કે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સપાની બહુમતી સરકાર છે. આગામી લોસસભા ચૂંટણીમાં માત્ર ઉત્તર પ્રદેશ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ સપાને વધારે બેઠક મળવાની છે.

આ કાર્યક્રમમાં બોલતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું કે સપા કેન્દ્રમાં સરકાર બનાવે એ જરૂરી છે. પાર્ટીના કાર્યકરોએ આ બાબત લક્ષ્યમાં લઇને કામ કરવું જોઇએ. આગામી ચૂંટણીઓમાં દરેક મોરચે નિષ્ફળ રહેલી કોંગ્રેસ સરકારને બોધ પાઠ ભણાવવાનો છે.

English summary
No one can form center Government without SP support : Mulayam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X