Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તો એટલા માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે ભાજપ!

નવી દિલ્હી, 20 માર્ચઃ આ રાજકારણ છે, જ્યાં ક્યારે પોતાના પારકા અને પારકા પોતાના થઇ જાય છે તે ખબર પડતી નથી. કદાચ એ જ વાત મુખ્ય વિપક્ષીદળ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે સમજી ગઇ છે અને તેથી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ લાવવાના મૂડમાં નથી. આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઇએ કે શ્રીલંકામાં તામિળોના મદ્દે ડીએમકેએ કેન્દ્ર સરકારથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે. યુપીએ સરકાર હવે લઘુમતિમાં આવી ગઇ છે. જો કે, સમાજવાદી પાર્ટી અને બસપાએ બહારથી સમર્થન આપીને સરકારને બચાવી લીધી છે. કેન્દ્ર સરકારના દિગ્ગજોએ એવો દાવો પણ કર્યો છે કે સરકાર સુરક્ષિત છે, તો બીજી તરફ ભાજપે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ નહીં લાવે.

ભલે ભારતીય જનતા પાર્ટી આ સંબંધમાં એવું કહી રહી હોય ખે સરકાર લંગડી થઇ ચૂકી છે અને અવિશ્વાસના ઠરાવ વગર જ પડી જશે, પરંતુ સત્ય ઘણું દૂર છે. જાણકારોની વાત માનીએ તો હાલની રાજકીય સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ફૂંકી-ફૂંકીને ડગ માંડી રહી છે. ભાજપ સપા અને બસપના જોરે કોઇ જુગાર રમવા માગતી નથી.

bjp-leader
ભાજપ એ વાત જાણે છે કે જો સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ લાવે તો મુલાયમ અને માયાવતી સાંપ્રદાયિક શક્તિઓ સાથે નહીં જવાની પોતાની મજબૂરીને જણાવીને તેમની વિરુદ્ધ વોટ કરશે અને સરકારને બચાવી લેશે. ભાજપને એ પણ ખબર છે કે એકવાર સરકાર બચી ગઇ તો તેને છ મહિના સુધી અભયદાન મળી જશે. આ જ કારણ છે કે મુલાયમ કે માયાવતીમાંથી કોઇ એક નેતા સ્પષ્ટપણે કેન્દ્ર સરકારને સમર્થન પરત નથી આપતા, ભાજપ અનિચ્છાએ પણ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવા માટે મજબૂર છે. બસ તે દૂઆઓ કરી રહ્યાં છે કે સરકાર દબાણ વશ પડી ભાંગે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X