સલમાન ખાનને વિદેશ જવાની સ્થાઈ અનુમતિ નહિ, દર વખતે કોર્ટને પૂછવુ પડશે

કાળિયાર શિકાર મામલે મળેલી મામલે મળેલી સજાને પડકાર આપનાર ફિલ્મ અભિનેતા સલમાન ખાનને વિદેશ જવાની સ્થાયી અનુમતિ મળી શકી નથી.

કાળિયાર શિકાર મામલે મળેલી મામલે મળેલી સજાને પડકાર આપનાર ફિલ્મ અભિનેતા સલમાન ખાનને વિદેશ જવાની સ્થાયી અનુમતિ મળી શકી નથી. સલમાનને વિદેશ જવા માટે સ્થાયી મંજૂરી અંગે થયેલી ચર્ચા બાદ સલમાનના વકીલોએ જ અરજી પાછી લઈ લીધી. હવે તે પરવાનગી વિના વિદેશ નહિ જઈ શકે.

અબુધાબી અને માલદા જવા માટે કોર્ટ પાસેથી અનુમતિ

અબુધાબી અને માલદા જવા માટે કોર્ટ પાસેથી અનુમતિ

જોધપુરના કાંકાણીમા કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવા સામે અભિનેતા સલમાન ખાનની અપીલ પર શનિવારે જિલ્લા તેમજ સેશન ન્યાયાલય જોધપુર જિલ્લામાં સુનવણી થઈ. સુનવણી દરમિયાન સલમાન ખાનના વકીલે એક અરજી રજી કરી સલમાન ખાનને વિદેશ જવા માટે સ્થાયી અનુમતિની માંગ કરી પરંતુ સરકારી વકીલે અરજી પર વાંધો દર્શાવ્યો હતો.

વકીલે તર્ક આપ્યો કે અપીલ પર અંતિમ ચર્ચા ચાલી રહી છે. આ સ્તર પર સ્થાયી અનુમતિ આપવી ઉચિત નથી. કોર્ટનું વલણ પણ સરકારી વકીલના પક્ષમાં રહ્યુ. જેના કારણે સલમાનના વકીલે અરજી પાછી ખેંચી લીધી. સલમાન ખાનને હવે વિદેશ જતા પહેલા દરેક વખતે કોર્ટ પાસેથી અનુમતિ લેવી પડશે.

સલમાનના વકીલે નવેસરથી એક અરજી રજૂ કરી 10 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી અબુધાબી અને માલદા જવા માટે કોર્ટ પાસેથી અનુમતિ માંગી છે. આ યાચિકા પર કોર્ટે તેમને આ તારીખોમાં વિદેશમાં રહેવાની અનુમતિ આપી દીધી છે.

આ છે મામલો

આ છે મામલો

19 વર્ષ પહેલા સપ્ટેમ્બર 1998 માં સલમાન ખાન જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હે' નું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સલમાન ખાન સહિત ફિલ્મના સહયોગી કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પર પણ આરોપ છે. ફિલ્મી સિતારાઓએ સંરક્ષિત કાળિયારનો શિકાર કર્યો. શિકારની તારીખ 27 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબર બતાવવામાં આવી છે. સાથી કલાકારો પર સલમાનને શિકાર માટે ઉકસાવવાનો આરોપ લાગ્યો. સીજેએમ ગ્રામીણ કોર્ટ જોધપુરે કાંકણી હરણ શિકારમાં સલમાન ખાનને દોષિત ગણાવ્યો. અન્ય કલાકારોને દોષમુક્ત ગણાવી છોડી મૂક્યા.

આ કેસ થયા હતા

આ કેસ થયા હતા

શિકાર મામલે સલમાન પર ચાર કેસ ફાઈલ થયા. મથાનિયા અને ભવાદમાં બે ચિંકારાના શિકાર માટે બે અલગ અલગ કેસ. વળી કાંકણીમાં કાળિયારના શિકાર પર જેમાં જોધપુર અદાલતે સલમાનને દોષિત ગણાવ્યો છે. લાયસન્સ ખતમ થયા બાદ પણ .32 અને .22 બોરની રાયફલ રાખવાનો ચોથો મામલો આર્મ્સ એક્ટ હેઠળ ફાઈલ કરવામાં આવ્યો. આમા પણ સલમાન ખાનને કોર્ટે છોડી મૂક્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X