For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં છેલ્લા 12 વર્ષોમાં રમખાણો થયા નથી : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narendra-modi
હરિદ્વાર, 27 એપ્રિલ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, જેઓ સામાન્ય રીતે મુસ્લિમો સામેના વર્ષ 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો અંગેના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે તેમણે શુક્રવારે હરિદ્વાર ખાતે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 12 વર્ષમાં રમખાણ થયા નથી. યોગગુરુ બાબા રામદેવ સાથે એક મંચ હાજર રહીને તેમણે જણાવ્યું કે મારું વિકાસનું મોડેલ "સૌના કલ્યાણ" પર આધારિત છે. જો કે તેમણે સીધી રીતે ગોધરાકાંડ બાદના રમખાણો કે જેમાં 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને તેમાં મુસ્લિમોની સંખ્યા વધારે હતી, તે અંગે સીધી વાત કરવાનું ટાળ્યું હતું.

તેમણે જણાવ્યું કે "મારા ચૂંટણી ઢંઢેરામાં સૌના વિકાસ અને સ્વાસ્થની વાત કરવામાં આવી છે. ગુજરાતમાં જ્યાં થોડા થોડા સમયના અંતરે છમકલાં અને તોફાનો કે રમખાણો થતા હતા અને નિર્દોશ લોકો માર્યા જતા હતા, એ જ ગુજરાતમાં આજે 12 વર્ષથી રમખાણ થયા નથી."

બાબા રામદેવના આશ્રમમાં ધર્મગુરુઓની સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે દિલ્હીના શહેનશાહને પુછવા માગું છું કે દેશની ભલાઇ માટે ભક્તિપુર્વક જુલમની સામે ઝુજનારા અને ના જુકનારાઓ દિલ્હીના શહેશાહનો જવાબ માંગી રહ્યા છે. આ દેશ જુઓ કેટલાકને લાગતુ હતું કે દમનના જોરથી દુનિયાને દબોચી શકાય છે, તે કાન ખોલીને સાંભળી લે કે અંગ્રેજો પણ નોહોતા દબોચી શક્યા તમારી શું તાકાત છે. તમે શું છો, એકવાર નિકળો તો ખરા, જનતાને જવાબ આપવો અઘરો પડી જશે.

બાબા રામદેવ આજે જે કંઇપણ કરે છે તે કોઇ યોજનાથી કરે છે, તે નિકળ્યા હતા નાગરીકોની સ્વસ્થતા માટે, યોગના માધ્યમથી ગરીબ વ્યક્તિ સ્વસ્થ રહે, પરંતુ 10 વર્ષ ભ્રમણ કરતા તેમણે જોયું કે સ્વસ્થ્યની સાથે રાષ્ટ્રના સ્વાસ્થ્યનું સંકટ છે અને તેથી તેમણે રાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે અવાજ ઉઠાવ્યો. તેમા સચ્ચાઇ છે, મને વિશ્વાસ છે ભલે તેમના પર અનેક આરોપો લગાવવાના પ્રયત્ન કરે છે, તેઓ મને કહે છે કે આપણે સગા ભાઇઓ છીએ, જે પ્રકારના જુ્લમ મારા પણ થાય છે તે તમારા પર પણ થાય છે, ફછી યુ યાદી બનાવું છું કે તેમના પર એક થયો તો મારો ક્યારે વઆરો આવશે, શું એ શાસનનું કામ છે. બીમારીની દવા અલગ શોધો છો.

English summary
No riot in Gujarat in last 12 years : Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X