સુપ્રીમ કોર્ટમાં AAP ની મોટી જીત, મનોનિત કાઉન્સિલરો મેયર ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે

સતત વિવાદ ચાલી રહ્યો છે અને મેયરની ચૂંટણી નથી થઈ રહી ત્યારે હવે આગળ જતા સ્થિતી સાફ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 24 કલાકમાં MCDની પ્રથમ બેઠક અંગે નોટિસ જારી કરવામાં આવે.

નવી દિલ્હી : દિલ્હીમાં મેયરની ચૂંટણીને લઈને બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હવે સુપ્રીમ કોર્ટે દિલ્હી કોર્પોરેશનની પહેલી બેઠકમાં મેયરની ચૂંટણી યોજવા નિર્દેશ આપ્યો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે નામાંકિત કોર્પોરેટરોને મતદાનથી દુર રાખવા આદેશ કર્યો છે.

Delhi mayoral elections

સતત વિવાદ ચાલી રહ્યો છે અને મેયરની ચૂંટણી નથી થઈ રહી ત્યારે હવે આગળ જતા સ્થિતી સાફ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 24 કલાકમાં MCDની પ્રથમ બેઠક અંગે નોટિસ જારી કરવામાં આવે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની અગાઉની બેઠકોમાં ભારે હંગામો થયો હતો. જેના પરિણામે આજ સુધી દિલ્હીને નવા મેયર મળી શક્યા નથી. હવે સુપ્રીમ કોર્ટે મેયરની ચૂંટણી અને MCDની પ્રથમ બેઠક માટે નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે નોટીસ જારી કરવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, MCDની પ્રથમ બેઠક માટે 24 કલાકની અંદર નોટિસ જારી કરવામાં આવે. આ સાથે મેયરની ચૂંટણીની સાથે ડેપ્યુટી મેયર અને અન્ય સભ્યોની ચૂંટણી પણ હાથ ધરવામાં આવે. આ માટે મનોનિત કોર્પોરેટરોને દુર રાખવા સુપ્રીમ કોર્ટ જણાવ્યુ છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં નામાંકિત સભ્યોને મતદાન કરવાની મંજૂરી આપતા લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયને આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર ડૉ. શૈલી ઓબેરોયે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને દિલ્હી મેયરની ચૂંટણી જલ્દી કરાવવાની માંગ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X