For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ બ્લાસ્ટ: ભટકલ સહિત અન્ય વિરૂદ્ધ બિન-જામીન વોરંટ જાહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
hyderabad-blasts

નવી દિલ્હી, 6 માર્ચ: દિલ્હીની એક કોર્ટે 21 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ધટનામાં ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ)ના સંસ્થાપક રિયાજ ભટકલ અને તેના અન્ય નવ કાર્યકર્તા વિરૂદ્ધ મંગળવારે બિન-જામીન વોરંટ જાહેર કર્યું છે.

જિલ્લા ન્યાયાધીશ આઇ એસ મહેતાએ ચેમ્બરમાં સુનાવણી દરમિયાન પાકિસ્તાનના રિયાજ ભટકલ, ઇકબાલ ભટકલ, મોહસિમ ચૌધરી, આમિર રજા ખાન, ડૉ. શાહનવાઝ આલમ, અસાદુલ્લાહ અખ્તર, અરીઝ ખાન, મોહંમદ ખાલિદ, મિર્ઝા શાદાબ બેગ, મોહંમદ સાજિદ વિરૂદ્ધ બિન-જામીન વોરંટ રજૂ કર્યું છે. આ બધા ઇન્ડિયન મુઝાહિદ્દીનના કાર્યકર્તા છે.

સુનાવણી દરમિયાન બે કથિત આઇએમ કાર્યકર્તાઓ- સૈયદ મકબૂલ અને ઇમરાન ખાનને વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. કોર્ટે તેમને 13 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યાં છે. આ બંને પાંચ દિવસની રાષ્ટ્રીય તપાસ એજન્સીની કસ્ટડી પુરી થયા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.

કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે મકબૂલ અને ઇમરાનને હૈદરાબાદ લઇ જવામાં આવ્યો હતો અને તેમને બોમ્બ બ્લાસ્ટ વિશે કેટલાક મહત્વપુર્ણ તથ્યોનો ખુલાસો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ ન્યાયાધીશને કહ્યું હતું કે હૈદરાબાદ બ્લાસ્ટનું કાવતરું આઇએમ મોડ્યૂલ્સે રચ્યું હતું. તપાસ એજન્સીએ ઇન્ડિયન મુજાહિઉદ્દીનના કથિત કાર્યકર્તા ઓવૈદ ઉર રહમાન વિરૂદ્ધ વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

ઓબૈદ હાલમાં બેંગ્લોર જેલમાં છે. કોર્ટે એનઆઇએના અનુરોધનો સ્વિકાર કર્યો છે અને કહ્યું છે કે 'બેગ્લૂર સેંટ્રલ જેલના અધિક્ષકના માધ્યમથી આરોપી ઓબૈદ ઉર રહેમાન માટે 13 માર્ચનું પેશી વોરંટ જાહેર કરવામાં આવે.

એનઆઇએના જણાવ્યા અનુસાર રિયાજ ભટકલના ઇશારે હૈદરાબાદમાં વિસ્ફોટ થયા. કોર્ટે આદેશ પર 28 ફેબ્રુઆરીએ મકબૂલ અને ઇમરાનને રાષ્ટ્રીય તપાસ એજન્સીના હવાલે કરી દિધા છે જેથી કસ્ટડી દરમિયાન તેમની પૂછપરછ કરી શકાય.

આ પહેલાં એનઆઇએએ આરોપ લગાવ્યો હતો કે આ બંને ગત વર્ષે જુલાઇમાં હૈદરાબાદના દિલસુખનગર વિસ્તારની રેકી કરી હતી જ્યાં આ વર્ષે ફેબ્રુઆરીમાં બોમ્બ બ્લાસ્ટ થયા. દિલ્હી પોલીસે આ બંનેને ઓગષ્ટ 2012ના પુણે વિસ્ફોટ કાંડમાં ધરપકડ કરી હતી. બંને તિહાડ જેલમાં હતા.

એનઆઇએએ કહ્યું હતું કે તેમને મકબૂલ અને ઇમરાનની કસ્ટડી જોઇએ છે જેથી તે તેમને હૈદરાબાદ લઇ જઇ શકે અને વિસ્ફોટો વિશે અને કડી મેળવવા માટે તેમની પૂછપરછ કરી શકે કારણ કે હાલમાં તપાસ ચાલુ છે કે આ બ્લાસ્ટમાં આઇએમ મોડ્યૂલની સંડોવણી છે. આ બંનેની પુછપરછથી જ ભટકલની સાચી યોજનાનો પર્દાફાશ કરવામાં મદદ મળશે.

English summary
Non-bailable warrants were on tuesday issued by a Delhi court against IM founder Riyaz Bhatkal and nine other operatives of the banned outfit in connection with the February 21 Hyderabad twin blasts., હૈદરાબાદ બ્લાસ્ટ: ભટકલ સહિત અન્ય વિરૂદ્ધ બિન-જામીન વોરંટ જાહેર
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X