Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જુઓ કિંમતો

છેલ્લા ઘણા મહિનાથી એલપીજી ગેસ સિલિન્ડરોના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. લોકોને આના કારણે ઘણી રાહત મળી રહી છે.

છેલ્લા ઘણા મહિનાથી એલપીજી ગેસ સિલિન્ડરોના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. લોકોને આના કારણે ઘણી રાહત મળી રહી છે. આ મહિને ફરીથી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભલે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ સુધારો ન હોય પરંતુ સરકાર અને તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કરી લીધો છે.

3 રૂપિયા સસ્તો થયો સિલિન્ડર

3 રૂપિયા સસ્તો થયો સિલિન્ડર

ઈન્ડિયન ઓઈલ વેબસાઈટના અહેવાલ અનુસાર સબસિડી વગરના સિલિન્ડરોના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો થયો છે અને હવે હાલમાં તેનો ભાવ 650.50 રૂપિયા છે. દિલ્હીમાં 3 રૂપિયાનો ઘટાડો તો કોલકત્તા અને મુંબઈમાં 2-2 રૂપિયાનો તેમજ ચેન્નઈમાં 50 પૈસાનો ઘટાડો થયો છે. આગળ જુઓ ચાર મોટા મહાનગરોમાં એલપીજી સિલિન્ડરના હાલના ભાવ-

ચાર મોટા મહાનગરોમાં એલપીજી સિલિન્ડરના ભાવ

ચાર મોટા મહાનગરોમાં એલપીજી સિલિન્ડરના ભાવ

  • દિલ્હી: 650.50 રૂપિયા
  • કોલકત્તા: 674 રૂપિયા
  • મુંબઈ: 623 રૂપિયા
  • ચેન્નઈ: 663 રૂપિયા
  • 5 મહિનામાં આટલા ઘટ્યા ભાવ

    5 મહિનામાં આટલા ઘટ્યા ભાવ

    તમને જણાવી દઈએ કે સબસિડી વગરના સિલિન્ડરોના ભાવ ઘટવાથી 1 કરોડથી વધુ ઘરોને ફાયદો મળશે. સતત 5 મહિનાથી સરકાર તરફથી સબસિડી વગરના સિલિન્ડરોના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે. 5 મહિનામાં દિલ્હીમાં સબસિડી વગરનો સિલિન્ડર 96.50 રૂપિયા, કોલકત્તામાં 92 રૂપિયા, મુંબઈમાં 96 રૂપિયા અને ચેન્નઈમાં 93 રૂપિયા સસ્તો થયો છે.

    કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો

    કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો

    કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આવો જોઈએ મોટા મહાનગરોમાં ભાવ

    મહાનગર કોમર્શિયલ સિલિન્ડરના ભાવ

    • દિલ્હી: 1167.50 રૂપિયા
    • કોલકત્તા: 1212 રૂપિયા
    • મુંબઈ: 1119 રૂપિયા
    • ચેન્નઈ: 1256 રૂપિયા
    • એપ્રિલમાં આના ભાવ દિલ્હીમાં 1176 રૂપિયા, કોલકત્તામાં 1220.50 રૂપિયા, મુંબઈમાં 1128 રૂપિયા અને ચેન્નઈમાં 1264.50 રૂપિયા હતા.

      સબસિડીવાળા સિલિન્ડરના ભાવ

      સબસિડીવાળા સિલિન્ડરના ભાવ

      સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં બહુ ફરક પડ્યો નથી. આજથી જ દિલ્હીમાં આનો ભાવ 491.21 રૂપિયા, કોલકત્તામાં 494.23 રૂપિયા, મુંબઈમાં 488.94 રૂપિયા અને ચેન્નઈમાં 479.42 રૂપિયા થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે સબસિડી વગરના કુકિંગ ગેસના ભાવ દર મહિને બદલાય છે. જ્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજ બદલાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X