For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Violence: સીએમ કેજરીવાલે સેના બોલાવવાની માંગ કરી, કહ્યું- હાલાત કાબૂ કરવામાં પોલીસ નિષ્ફળ

Delhi Violence: સીએમ કેજરીવાલે સેના બોલાવવાની માંગ કરી, કહ્યું- હાલાત કાબૂ કરવામાં પોલીસ નિષ્ફળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પોલીસ સ્થિતિને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહી છે. હિંસાને પગલે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયાં છે અને 189 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દિલ્હીની સ્થિતિને લઈ ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાર બેઠક પણ કરી ચૂક્યા છે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ પ્રભાવિત વિસ્તારોનો રિપોર્ટ લીધો છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેના બોલાવવાની માંગ કરી.

સ્થિતિ ચિંતાજનક

સ્થિતિ ચિંતાજનક

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સ્થિતિ ચિંતાજનક છે. પોલીસ બધી કોશિશો છતાં સ્થિતિ નિયંત્રિત નથી કરી શકતી. સેનાને બોલાવવી જોઈએ અને પ્રભાવિત વિસ્તારોમાં તરત કર્ફ્યૂ લગાવવું જોઈએ. આ મામલે હું ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી રહ્યો છું. જણાવી દઈએ કે ગત રાત્રે કેજરીવાલના આવાસની બહાર પણ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ પોલીસે બુધવારે 3.30 વાગ્યે વોટર કેનનો ઉપયોગ કરી લોકોને ત્યાંથી હટાવ્યા.

સીલમપુર પહોંચ્યા અજીત ડોભાલ

સીલમપુર પહોંચ્યા અજીત ડોભાલ

અજીત ડોભાલ મોડી રાત્રે પરિસ્થિતિની સમીક્ષા લેવા સીલમપુર પહોંચ્યા. ડોભાલે પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરી. સીલમપુર સ્થિત ડેપ્યૂટી કમિશ્નર ઑફ ઉત્તર પૂર્વી પોલીસના ઑફિસરમાં એક કલાક સુધી પોલીસ કમિશ્નર સહિત અન્ય અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ અજીત ડોભાલ સીલમપુરથી નિકળ્યા.

Delhi Violence: સીએમ કેજરીવાલે સેના બોલાવવાની માંગ કરી

Delhi Violence: સીએમ કેજરીવાલે સેના બોલાવવાની માંગ કરી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. કેજરીવાલે પોતાના આવાસ પર પણ રાજધાનીના હિંસા પ્રભાવિત વિસ્તારોના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી છે. સાથે જ તેઓ અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થયા. બેઠક પૂરી થયા બાદ તેમણે કહ્યું કે, બધા લોકો હિંસા અટકે તેવું ઈચ્છે છે, હિંસાથી કોઈનું પણ ભલું નથી થઈ રહ્યું. ગૃહમંત્રી જી સાથે બેઠક સકારાત્મક રહી, જેમાં પાર્ટી પૉલિટિક્સથી ઉપર ઉઠીને બધાએ નક્કી કર્યું કે આ અમારી બધાની દિલ્હીનો મામલો છે અને આપણે બધા મળી દિલ્હીમાં શાંતિ સ્થાપિત કરશું.

NSA અજીત ડોભાલને દિલ્હી હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી, પોલીસને મળી પૂરી છૂટNSA અજીત ડોભાલને દિલ્હી હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી, પોલીસને મળી પૂરી છૂટ

English summary
north east delhi violence cm arvind kejriwal said army should be called situation is alarming.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X